શોધખોળ કરો

અજિત અગરકર પછી કોણ બનશે નવો ચીફ સિલેક્ટર? આ ગુજરાતી છે સૌથી મજબૂત દાવેદાર

BCCI Chief Selector: ભારતીય પુરુષ પસંદગી સમિતિના ચીફ અજિત અગરકરનો કાર્યકાળ ઓક્ટોબરમાં પૂરો થઈ રહ્યો છે. સમાચાર છે કે તેમનો કાર્યકાળ વધારવામાં આવશે નહીં. આ દરમિયાન એ નામ સામે આવ્યું છે, જે નવા ચીફ સિલેક્ટર બની શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અજિત અગરકર મુખ્ય પસંદગીકાર પદ છોડવાનો નિર્ણય લીધો.
  • સમીક્ષા બેઠકમાં અગરકરની ગેરહાજરીથી ચર્ચાઓ વધુ તેજ બની.
  • પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટરની રેસમાં અગ્રેસર.
  • પાર્થિવ પટેલે તાજેતરની પોસ્ટથી અટકળોને વેગ આપ્યો.

BCCI Chief Selector: અજિત અગરકરની આગેવાની વાળી ભારતીય પુરુષ પસંદગી સમિતિએ તાજેતરમાં વેસ્ટઇન્ડીઝ સામે વનડે અને T20 શ્રેણી માટે ટીમ પસંદ કરી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે અગરકરનો કાર્યકાળ વધારવામાં આવશે નહીં, આ નિર્ણય અગરકરનો છે અને તેમણે બોર્ડને પોતાના નિર્ણયથી વાકેફ કરી દીધા છે. આ દરમિયાન સમાચાર છે કે પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે.

 

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા BCCI ની સમીક્ષા બેઠક યોજાઈ હતી, તેમાં ગૌતમ ગંભીર, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, VVS લક્ષ્મણ સામેલ થયા પરંતુ અજિત અગરકર આવ્યો નહીં, તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ જોડાયો નહીં. આ બાબતે ઘણા સવાલો ઊભા કરી દીધા, કારણ કે આ પહેલા જ સમાચાર આવી ગયા હતા કે કદાચ અગરકર ચીફ સિલેક્ટરના પદ પર રહેશે નહીં.

આ પણ વાંચો... જોસ બટલરે રચ્યો ઈતિહાસ, 15000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

સૂત્રએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું, બધા ત્યાં હતા, એવું અવારનવાર નથી બનતું કે ભારતીય ક્રિકેટમાં તમામ પ્રમુખો એક છત નીચે હોય. હેડ કોચ દિલ્હીથી આવ્યા, લક્ષ્મણ, ગિલ અને અય્યર પણ આવ્યા, મિથુન મન્હાસ પણ આવ્યા. તો એ હેરાનીજનક હતું કે જરૂરી બેઠકમાં સીનિયર સિલેક્શન કમિટીના ચેરમેન આવ્યા નહીં.

કોણ હશે નવા ચીફ સિલેક્ટર?

રિપોર્ટ અનુસાર પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે. 41 વર્ષીય પટેલે ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે 38 ટેસ્ટ ઇનિંગ્સમાં 934, 34 વનડે ઇનિંગ્સમાં 736 અને 2 T20 ઇનિંગ્સમાં 36 રન બનાવ્યા. તેમણે ભારત માટે 2018 માં છેલ્લી મેચ રમી હતી.

તમને જણાવી દઈએ કે અજિત અગરકર જુલાઈ, 2023 માં ચીફ સિલેક્ટર બન્યા હતા, તેમનો કાર્યકાળ ઓક્ટોબર, 2026 સુધી છે. જો તેમનો કાર્યકાળ વધારવામાં નહીં આવે તો પછી પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટર બની શકે છે, જોકે નિમણૂક પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે.

પાર્થિવની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અટકળો તેજ બની
આ દરમિયાન, એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે કે મુખ્ય પસંદગીકાર પદના દાવેદાર ગણાતા પાર્થિવ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા તેઓ કોઈક બાબતનો સંકેત આપી રહ્યા હોય તેવું જણાય છે, જેનાથી અટકળોનો દોર વધુ તેજ બન્યો છે. જોકે એવી ચર્ચા ચાલી રહી છે કે પાર્થિવ નવા મુખ્ય પસંદગીકાર બનશે, પરંતુ તેમની પોસ્ટ પાછળનો ચોક્કસ ઈરાદો હજુ સ્પષ્ટ નથી; તેમ છતાં, આ અંગે ચર્ચાઓ ચોક્કસપણે શરૂ થઈ ગઈ છે.

Frequently Asked Questions

અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે?

હા, રિપોર્ટ અનુસાર તેમનો કાર્યકાળ વધારવામાં નહીં આવે. આ નિર્ણય અગરકરનો છે અને તેમણે બોર્ડને જાણ કરી દીધી છે. તેમનો કાર્યકાળ ઓક્ટોબર 2026 સુધીનો હતો.

નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં કોણ સૌથી આગળ છે?

પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે. તેમણે ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

અજિત અગરકર BCCIની તાજેતરની સમીક્ષા બેઠકમાં શા માટે હાજર રહ્યા નહોતા?

અગરકર BCCIની સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા નહોતા અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ જોડાયા નહોતા. આ બાબતે ઘણા સવાલો ઊભા કર્યા, કારણ કે તેમના પદ પરથી હટવાના સમાચાર પહેલેથી જ હતા.

પાર્થિવ પટેલે સોશિયલ મીડિયા પર કઈ પોસ્ટ કરી હતી?

પાર્થિવ પટેલે

Advertisement

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Embed widget