શોધખોળ કરો

149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ

ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં એક એવો રેકોર્ડ બન્યો છે જેની ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઝિમ્બાબ્વેએ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 500+ રન બનાવ્યા.
  • શારજાહમાં અફઘાનિસ્તાન સામેની મેચ ડ્રો રહી હતી.
  • ક્રેગ એર્વાઇને અણનમ 206 રનની બેવડી સદી ફટકારી.
  • કુલ છ સદીઓ સાથે મેચમાં 1541 રન બન્યા.

ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં એક એવો રેકોર્ડ બન્યો છે જેની ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોએ ક્યારેય હાંસલ કરી નથી. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 500થી વધુ રન બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા કોઈ પણ ટીમે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં આટલા બધા રન બનાવ્યા નહોતા.

ઝિમ્બાબ્વેએ શારજાહ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં આક્રમક બેટિંગ કરીને 504 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને પ્રથમ ઇનિંગમાં 514 રન ફટકાર્યા હતા. જોકે, ઝિમ્બાબ્વેએ પોતાની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટે 523 રન પર કરીને ઈનિંગ ડિક્લેર કરી હતી. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે કોઈ ટીમે એક જ મેચની બંને ઇનિંગ્સમાં 500 રનનો આંકડો પાર કર્યો છે. જોકે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, ઝિમ્બાબ્વેનો રેકોર્ડ હંમેશા માટે સુવર્ણ અક્ષરોમાં કોતરાઈ ગયો હતો.

41 વર્ષીય ક્રેગ એર્વાઇને બેવડી સદી ફટકારી

આ ટેસ્ટમાં સંપૂર્ણપણે બેટ્સમેનોનું પ્રભુત્વ જોવા મળ્યું જેમાં કુલ છ સદી નોંધાઈ હતી. ઝિમ્બાબ્વેની પ્રથમ ઇનિંગમાં બ્રેન્ડન ટેલરે 131 રન અને બ્રાયન બેનેટે 128 રન બનાવ્યા હતા. ટેલરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

બીજી ઇનિંગમાં 41 વર્ષીય અનુભવી ક્રેગ એર્વાઇને 206 રનની અણનમ બેવડી સદી ફટકારી હતી. આ સાથે એર્વાઇન ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો સૌથી મોટી ઉંમરનો બેટ્સમેન બન્યો. એર્વાઇનની સાથે વેસ્લી માધેવેરે પણ અણનમ 100 રન બનાવ્યા, જે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી હતી. બીજી બાજુ, અફઘાનિસ્તાનના રહેમત શાહ, સેદીકુલ્લાહ અટલ અને રહેમાનુલ્લાહ ગુરબાઝે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. રમતના પાંચ દિવસ દરમિયાન કુલ 25 વિકેટ પડી હતી અને રેકોર્ડ 1541 રન બન્યા હતા.                                                                           

Frequently Asked Questions

ટેસ્ટ ક્રિકેટમાં ઝિમ્બાબ્વેએ કયો વિશ્વ રેકોર્ડ બનાવ્યો?

ઝિમ્બાબ્વે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 500થી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ બની છે. આ સિદ્ધિ 149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં કોઈ ટીમે હાંસલ કરી નહોતી.

ઝિમ્બાબ્વેએ આ રેકોર્ડ કઈ ટીમ સામે અને કયા મેદાન પર બનાવ્યો?

ઝિમ્બાબ્વેએ અફઘાનિસ્તાન સામે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આ વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

આ મેચમાં ઝિમ્બાબ્વે તરફથી કયા ખેલાડીએ બેવડી સદી ફટકારી?

41 વર્ષીય ક્રેગ એર્વાઇને બીજી ઇનિંગ્સમાં અણનમ 206 રન બનાવી બેવડી સદી ફટકારી હતી. તે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી મોટી ઉંમરનો બેટ્સમેન બન્યો.

આ મેચમાં કુલ કેટલા રન બન્યા અને કેટલી સદીઓ નોંધાઈ?

આ ટેસ્ટ મેચમાં કુલ 1541 રન બન્યા હતા અને કુલ છ સદીઓ નોંધાઈ હતી. રમતના પાંચ દિવસ દરમિયાન 25 વિકેટ પડી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
યશસ્વી જાયસ્વાલના બદલે પુરન, રાજસ્થાનના 3 ખેલાડીઓ જશે લખનૌ! ચોંકાવી દેશે આ ટ્રેડ ડીલ
યશસ્વી જાયસ્વાલના બદલે પુરન, રાજસ્થાનના 3 ખેલાડીઓ જશે લખનૌ! ચોંકાવી દેશે આ ટ્રેડ ડીલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

Embed widget