કોણે ઉઠાવ્યા સવાલ
પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. પંતને 8 મેચમાં એક વખત ટીમમાં ન સમાવવા બદલ દિલ્હી કેપિટલ્સના સહ માલિક પાર્થ જિંદાલે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, જો પંતને મોકો નહોતો આપવો તો ન્યૂઝીલેન્ડ એ સામે કે ઘરેલુ ક્રિકેટમાં કેમ રમવા ન દીધો.
પંતને લઈ શું કહ્યું
સોશિયલ મીડિયા પર જિંદાલે ટીમ મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં લખ્યું, શું પંતને માત્ર બેંચ ગરમ કરવા જ સાથે રાખવામાં આવે છે? જો તે ન્યૂઝીલેન્ડ એ સામે અથવા ઘરેલુ ક્રિકેટમાં રમે તો ચોક્કસ ફાયદો થશે. તેના જેવા પ્રતિભાશાળી ખેલાડીને 5મી ટી-20 કે ત્રીજી વન ડેમાં ન રમાડવો ચોંકાવનારું હતું. આ વાતનો કોઈ મતલબ નથી.
અશ્વિનને લઈ શું કહ્યું
અશ્વિન અંગે સવાલ ઉઠાવતાં લખ્યું, મને સમજમાં નથી આવતું કે અશ્વિન કેમ ટીમમાંથી બહાર છે ? ટી-20 સીરિઝમાં સૂપડાં સાફ થયા બાદ ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને બતાવી દીધું છે કે વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં મળેલી હાર તુક્કો નહોતી. ભારતને વિકેટ લેનારા બોલર અને એક્સ ફેક્ટરની જરૂર છે.
મોદી સરકાર આપશે વધુ એક મોટો ઝટકો, રેલવેના ભાડામાં થશે વધારો
Bajaj એ લોન્ચ કર્યુ Pulsar 150નું BS6 મૉડલ, પહેલા કરતા આટલી થઈ મોંઘી
કેજરીવાલ મૉડલ અપનાવશે કમલનાથ સરકાર, MPમાં શરૂ થશે આ મોટી સ્કીમ, જાણો વિગતે
‘સરદાર પટેલને કબિનેટમાં નહોતા ઈચ્છતા જવાહરલાલ નેહરુ’, VP મેનનની બાયોગ્રાફીના આધારે વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન