લંડનઃ દક્ષિણ આફ્રિકા સામે ચાલુ મહિનાથી શરૂ થઈ રહેલી ચાર મેચની સીરિઝ માટે ઈંગ્લેન્ડે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની વાપસી થઈ છે. એન્ડરસન એશીઝ સીરિઝની પ્રથમ મેચમાં ઘાયલ થયો હતો. જેમાંથી તે મુક્ત થઈ રહ્યો છે અને આ કારણે ન્યૂઝીલેન્ડ સામે સીરિઝમાં પણ નહોતો રમ્યો.

એન્ડરસન ઉપરાંત વિકેટકિપર બેટ્સમેન જોની બેયરસ્ટો અને માર્ક વુડની પણ ટીમમાં વાપસી થઈ છે. બેયરસ્ટોને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સીરિઝમાં ટીમમાં સ્થાન મળ્યું નહોતું. જ્યારે વુડ વર્લ્ડકપ બાદ ઈજાના કારણે ટીમમાંથી બહાર હતો. મોઈન અલીએ હાલ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે, જેના કારણે તે માર્ચ 2020 સુધી ઉપલબ્ધ નહીં રહે તેમ પસંદગીકર્તાએ જણાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવેલા લેંકશાયરના ફાસ્ટ બોલર શાકિબ મહમૂદને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ બોક્સિંગ ડેથી શરૂ થશે. સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્ક મેદાનમાં ટેસ્ટ મેચ રમાશે.

Reliance Jio એ યૂઝર્સને આપી મોટી રાહત, ફરી શરૂ કર્યા આ બે જાણીતા પ્લાન

દુકાનદારે શરૂ કરી અનોખી ઓફર, સ્માર્ટ ફોન ખરીદો અને મફતમાં મેળવો ડુંગળી? જાણો કેમ આવું શરૂ કર્યું

અજીત પવાર સાથે કેમ લીધા હતા સીએમ પદના શપથ ? દેવેન્દ્ર ફડણવીસે હવે કર્યો આ દાવો