Ind vs Aus: 85 વર્ષ બાદ એશીઝમાં બની આ અદભૂત ઘટના, ખેલાડીઓથી લઇને કૉમેન્ટેટરો પણ જોઇને રહી ગયા દંગ, વીડિયો વાયરલ

આ મેચમાં એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યુ છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ યજમાન ઓસ્ટ્રેલિયાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતું. 

Continues below advertisement

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયાની બે મહાન ટીમો અત્યારે સૌથી મોટી સીરીઝ એશીઝ રમી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વર્ષોથી એશીઝ સીરીઝ જીતવા માટે પ્રયાસ કરે છે, પરંતુ બુધવારે એશીઝ સીરીઝમાં એક ચોંકાવનારી ઘટના ઘટી જેને જોઇને બધા ચોંકી ગયા છે. ખરેખરમાં એશીઝ સીરીઝમાં 85 વર્ષ જૂના રેકોર્ડની ફરી એકવાર ઝલક જોવા મળી છે.

Continues below advertisement

85 વર્ષ બાદ બની અદભૂત ઘટના- 
એશીઝ સીરીઝની પ્રથમ ટેસ્ટ ચાલુ થઇ ગઇ છે, અને આ મેચમાં એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યુ છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ યજમાન ઓસ્ટ્રેલિયાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતું. ખરેખરમાં, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે ઈંગ્લિશ ટીમને પહેલો ઝટકો પહેલા જ બૉલ પર આપ્યો હતો, સ્ટાર્કે રોરી બર્ન્સને સીરીઝનાં પહેલા બોલ પર જ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ ઘટના એશીઝમાં 85 વર્ષ બાદ બની હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 1936માં બ્રિસ્બેનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન બોલર Ernie Mccormick એ પહેલી જ મેચનાં પ્રથમ બોલ પર Stan Worthington ને આઉટ કર્યો હતો, ત્યારે આ ઘટના ઘટી હતી. જોકે, હવે વર્ષ 2021માં મિચેલ સ્ટાર્કે આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે 1936માં આવું બન્યુ ત્યારે કેપ્ટન તરીકે બ્રેડમેનની આ પહેલી ટેસ્ટ મેચ હતી. જ્યારે આજે Ashes માં કેપ્ટન તરીકે પેટ કમિન્સની પ્રથમ મેચ છે.

ઈંગ્લેન્ડ ટીમ- 
જો રૂટ (C), રોરી બર્ન્સ, જોસ બટલર, હસીબ હમીદ, જેક લીચ, ડેવિડ મલાન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

ઓસ્ટ્રેલિયા ટીમ- 
માર્કસ હેરિસ, ડેવિડ વોર્નર, મેરેનસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, પેટ કમિન્સ (C), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ

 

India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર

Ind vs Aus: 85 વર્ષ બાદ એશીઝમાં બની આ અદભૂત ઘટના, ખેલાડીઓથી લઇને કૉમેન્ટેટરો પણ જોઇને રહી ગયા દંગ, વીડિયો વાયરલ

Bipin Rawat Death: CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે કરાશે અંતિમ સંસ્કાર

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં નોધાયા કોરોનાના નવા 23 કેસ

જનરલ બિપિન રાવત પહેલા આ જાણીતી હસ્તીઓનું પણ હવાઇ દુર્ઘટનામાં થયું છે કરુણ મોત

રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, આ વિષયોના પેપર્સ બોર્ડ કાઢશે

Continues below advertisement
Sponsored Links by Taboola