પંત ટેલેન્ટેડ છે, તેની સાથે કામ કરવા ઉત્સુકઃ પોન્ટિંગ
પંત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે અને પોન્ટિંગ આ ટીમનો કોચ છે. તેણે કહ્યું, પંત સાથે આગામી સીઝનમાં કામ કરવાને લઈ ઉત્સાહિત છું. ટ્વિટર પર એક સવાલના જવાબમાં પોન્ટિંગે જણાવ્યું, પંત ટેલેન્ટેડ યુવા ખેલાડી છે. તે ખૂબ ઝડપથી ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરશે તેવો મને વિશ્વાસ છે.
રાહુલના વિકેટકિપિંગથી ખુશ છે કોહલી
ટીમ ઈન્ડિયામાં કેએલ રાહુલની વિકેટકિપર બેટ્સમેન તરીકેની ફોર્મુલા સફળ રહ્યા બાદ પંત માટે વાપસી વધુ મુશ્કેલ થઈ ગઈ છે. ટીમ મેનેજમેન્ટે પંતને મોકા આપ્યા પરંતુ વિકેટકિપિંગ અને બેટિંગમાં ધાર્યા મુજબ દેખાવ કર્યો નથી. કોહલી પણ કહી ચુક્યો છે કે રાહુલ ટીમમાં વિકેટકિપર બેટ્સમેન તરીકે રહેશે. કેએલ રાહુલ વિકેટકિપિંગ કરતો હોવાથી ટીમ ઈન્ડિયા એક એકસ્ટ્રા બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. 2003ના વર્લ્ડકપમાં પણ ભારતે આ ફોર્મુલા અપનાવી હતી અને ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું.
IPL 2020ની ફાઇનલ ક્યાં રમાશે ? કેટલા વાગે શરૂ થશે મેચ ? જાણો વિગતે
પદ્મશ્રી એવોર્ડ: અદનાન સામીએ ટિકાકારોને આપ્યો સણસણતો જવાબ, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........