નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અદધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આજે જણાવ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની ફાઇનલ મેચ મુંબઈમાં રમાશે. IPL ની ગવર્નિંગ કાઉન્સિલે સોમવારે ફેંસલો લીધો કે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ મેચોને સાડા સાત વાગ્યે શરૂ કરવાનું દબાણ હતું પરંતુ ગવર્નિંગ કાઉન્સિલે તેમાં કોઈ બદલાવ કર્યો નથી.

IPL પહેલા ટોચના ખેલાડીઓ રમશે ચેરિટી મેચ

બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું, આઈપીએલની ફાઈનલ 24 મે ના રોજ મુંબઈમાં જ રમાશે. આ પહેલા એવી અટકળો થતી હતી કે આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાઈ શકે છે. ગાંગુલીએ એમ પણ કહ્યું, ચેરિટી માટે આઈપીએલ શરૂ થવા પહેલા તમામ ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે એક ઓલ સ્ટાર્સ ગેમ પણ રમાડવામાં આવશે.

મેચના સમયમાં નહીં થાય બદલાવ

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ ગાંગુલીએ પત્રકારોને જણાવ્યું, આઈપીએલની રાતની મેચોના સમયમાં કોઈ બદલાવ નહીં થાય. 7.30 કલાકે મેચ શરૂ કરવાને લઈ ચર્ચા થઈ પરંતુ આમ થઈ શક્યુ નથી. સાંજે 4 અને રાતે 8 કલાકે જ મેચ શરૂ થશે.


પદ્મશ્રી એવોર્ડ: અદનાન સામીએ ટિકાકારોને આપ્યો સણસણતો જવાબ, જાણો વિગતે

બુમરાહનો દિવાનો થયો આ મહાન ઓસ્ટ્રેલિયન બોલર, કોહલીને ગણાવ્યો ધૂરંધર, જાણો વિગતે

ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........