લાહોરઃ પાકિસ્તાનમાં કોરોના વાયરસના 200 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે બાદ પાકિસ્તાન સુપર લીગ(PSL)ને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે પીએસએલ સ્થગિત કરવામાં આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં રમીઝ રાજાએ જણાવ્યું, ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સમાં ઘાતક કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.



રાજાએ જણાવ્યું, આ લીગમાં રહેલી ફ્રેન્ચાઇઝી કરાચી કિંગ્સના એક ખેલાડીમાં કોરોના વાયરસના લક્ષ્ણો જોવા મળ્યા બાદ પીએસએલ રદ્દ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. આ ઈંગ્લિશ ક્રિકેટરે પાકિસ્તાનથી સ્વદેશ ઉડાન ભરતા પહેલા ભયાનક કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. પાકિસ્તાનમાં વાયરસના પ્રકોપ બાદ અન્ય ખેલાડીઓ પણ જલદી સ્વદેશ પરત ફરશે.



પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ વસીમ ખાને કહ્યું, લીગમાં ભાગ લઈ રહેલા એક વિદેશી ખેલાડીમાં કોરોના વાયરસના પોઝિટિવ લક્ષ્ણો જોવા મળ્યા છે. જોકે તેમને ખેલાડીના નામનો ઉલ્લેખ કર્યો નહોતો. સાવધાનીના ભાગરૂપે પીએસએલમાં રમી રહેલા તમામ ખેલાડીઓ અને પ્રસારકોની કોરોના તપાસ કરવામાં આવી રહી છે.

રમીઝ રાજાએ કહ્યું કે, ઈંગ્લેન્ટ ખેલાડી હેલ્સ કરાચી કિંગ્સ માટે રમી રહ્યો હતો અને તે કોરોના વાયરસથી સંક્રમતિ હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, હેલ્સ બે દિવસ પહેલા જ પીએસએલ લીગ છોડીને લંડન રવાના થઈ ગયો હતો. જ્યાં તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.

એલેક્સ હેલ્સે પીએસએલની આ સીઝનમાં 7 મેચમાં ભાગ લીધો હતો. હેલ્સે સાત મેચોમાં 239 રન બનાવ્યા હતા. હેલ્સના શાનદાર પ્રદર્શનના કારણે કરાચી ટીમ ફાઈનલમાં જગ્યા બનાવવા સફળ રહી હતી. જો કે, હેલ્સ ગત અઠવાડિયામાં જ પાકિસ્તાનથી ઈંગ્લેન્ડ રવાના થઈ ગયો હતો.

ઈમરાન ખાને વ્યક્ત કરી લાચારી, કહ્યું- પાકિસ્તાન કોરોના વાયરસ રોકવા નથી સક્ષમ, પૂરતા સાધનો પણ નથી

Yes Bank ના શેરમાં લાલચોળ તેજી, ત્રણ દિવસમાં ભાવમાં આવ્યો 100% ઉછાળો

Coronavirus Alert: રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા લેવામાં આવ્યો મોટો નિર્ણય, પ્લેટફોર્મની ટિકિટના દરમાં ઝીંકાયો તોતિંગ વધારો