રાજકોટઃ ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી ટી-20 રમાશે. ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારત 1-0થી પાછળ છે. ભારતે શ્રેણીમાં ટકી રહેવા માટે આજની મેચ જીતવી ફરજિયાત છે. હાલ રાજકોટનું આકાશ સ્વચ્છ હોવાનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ટ્વિટ કર્યું છે.


સાંજે 6.30 કલાકે ટોસ થશે અને 7 વાગ્યાથી મેચ શરૂ થશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પરથી નીહાળી શકાશે. મેચ માટે 5 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. બોર્ડના નિયમ મુજબ એક પણ દડો નહીં ફેંકાય તો ટિકિટ ખરીદનારાઓને ટિકિટના રૂપિયા પાછા મળશે.



મહા વાવાઝોડાના કારણે રાજકોટમાં પડેલા વરસાદથી બુધવારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં વરસાદનું પાણી ભરાયું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પિચને ઢાંકી દેવામાં આવી હતી અને તે બાદ ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. મેચ દરમિયાન તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે.



ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ક્રુનાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે , શાર્દુલ ઠાકુર.

મેરિટલ રેપ જોકને લઈ બોલીવુડની આ એક્ટ્રેસે માંગી માફી, જાણો ફિલ્મમાં શું હતો ડાયલોગ

CM તો શિવસેનાનો જ બનશે, નિવેદનબાજીમાં નથી કરતા વિશ્વાસઃ સંજય રાઉત

અમરેલીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા, હજુ 12 કલાક ભારે, જાણો વિગત

ફરી રડાવી રહી છે ડુંગળી, ભાવ પહોંચ્યો 100 રૂપિયા, સરકારે લીધો આ ફેંસલો