બાંગ્લાદેશ તરફથી નીગર સુલ્તાનાએ 26 બોલમાં 35 તથા મુર્શિદ ખાતુને 26 બોલમાં 30 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૂનમ યાદવે 18 રનમાં 3, અરુંધતિ રેડ્ડીએ 33 રનમાં 2 તથા શિખા પાંડેએ 14 રનમાં 2 વિકેટ લીધી હતી. ભારત તરફથી 39 રનની આક્રમક ઈનિંગ રમનારી શેફાલી વર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી.
મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 142 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શેફાલી વર્માએ 17 બોલમાં 39 રનની આક્રમક ઈનિંગ રમી હતી. જેમીમા રોડ્રિગ્સે 34 રન બનાવ્યા હતા. વેદા કૃષ્ણામૂર્તિ 11 બોલમાં 20 રન બનાવી નોટઆઉટ રહી હતી. બાંગ્લાદેશ તરફથી સલમા ખાતુને 2 અને પન્ના ઘોષે 2 વિકેટ લીધી હતી.
ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત
આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં કયા ગુજરાતી રહ્યા હાજર ? જાણો વિગત