દુબઈઃ ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી-20 મેચમાં જીત સાથે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડનો તેના ઘર આંગણે ટી-20માં 5-0થી વ્હાઇટ વોશ કર્યો હતો. પાંચમી મેચમાં પણ આઈસીસીએ ટીમ ઈન્ડિયાને દંડ ફટકાર્યો હતો. સ્લો ઓવર રેટના કારણે આઈસીસીએ ભારતીય ટીમને મેચ ફીનો 20% દંડ ફટકાર્યો હતો. આઈસીસી મેચ રેફરી ક્રિસ બ્રોડે ભારતીય ટીમને નિર્ધારીત સમયમાં બે ઓવર ઓછી ફેંકવાના મામલે આ દંડ ફટકાર્યો હતો. આ પહેલા ચોથી ટી-20 મેચમાં સુપર ઓવરમાં ભારતીય ટીમની જીત થઈ હતી, તે વખતે પણ સ્લો ઓવર રેટ માટે મેચ રેફરીએ 40% દંડ ફટકાર્યો હતો.


 શું કહ્યું ICC ?

ICC એ તેના નિવેદનમાં કહ્યું, ભારતીય ટીમે ખેલાડીઓ અને અને સહયોગી સ્ટાફે આચારસંહિતાની કલમ 2.22નું ઉલ્લંઘન કર્યું છે. જે આંતરરાષ્ટ્રીય મેચમાં ધીમી ઓવર ગતિથી બોલિંગ કરવા સંબંધિત છે. જેમાં ઓવર દીઠ ખેલાડીઓ પર મેચ ફીનો 20 ટકા દંડ લગાવવાની જોગવાઈ છે.

5 મેચની T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો દેખાવ

પ્રથમ ટી-20: 24 જાન્યુઆરી, ભારતનો 6 વિકેટથી વિજય

બીજી ટી-20: 26 જાન્યુઆરી, ભારતનો 7 વિકેટથી વિજય

ત્રીજી ટી-20: 29 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય

ચોથી ટી-20: 31 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય

પાંચમી ટી-20: 2 ફેબ્રુઆરી, ભારતનો 7 રનથી વિજય

INDvNZ: રોહિત શર્માના સ્થાને કોને મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન, જાણો વિગત

INDvNZ: વન ડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, રોહિત શર્મા થયો બહાર