CWG 2022: બર્મિંઘમામાં હાલમાં કૉમનવેલ્થ ગેમ્સ 2022 ચાલી રહી છે. આ ઇવેન્ટમાં આ વખતે પહેલીવાર મહિલા ક્રિકેટને સામેલ કરવામા આવી છે, આ ઇવેન્ટની ફાઇનલ મેચ એટલે કે ગૉલ્ડ માટેની ફાઇનલ આજે રાત્રે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
ખાસ વાત છે કે, કૉમનવેલ્થ ગેમ્સમાં હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) ટીમને ફાઇનલમાં પહોંચાડીને પોતાના નામે ઇતિહાસ રચી દીધો છે. જો હરમનપ્રીત કૌર કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલ મેચ જીતીને ગૉલ્ડ પોતાના નામે કરશે તો આ મેડલ જીતનારી પહેલી ભારતીય કેપ્ટન બની જશે. જોકે, આજની મેચમાં ભારતીય ટીમ મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત દેખાઇ રહી છે જેનો ફાયદો ટીમને મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ગઇકાલે છેલ્લી ઓવરમાં યજમાન ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, આ કારણે ભારતીય મહિલા ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. જોકે, આજની ટી20માં ઓસ્ટ્રેલિયન ટીમ સામે જબરદસ્ત ટક્કર જોવા મળશે. આ પહેલા વર્ષ 1998માં પુરુષ ક્રિકેટને આ ગેમ્સમાં જગ્યા મળી હતી, તે સમયે ભારત મેડલ ન હતુ જીતી શક્યુ.
બન્ને ટીમોનો આંતરરાષ્ટ્રીય સ્તરે દમખમ -
ટી20 આંતરરાષ્ટ્રીય મેચોના મહિલા કિકેટમાં રેકોર્ડ જોઇએ તો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે નબળી સાબિત થઇ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ટીમો મજબૂત છે, પરંતુ દરેક વખતે ઓસ્ટ્રેલિયા ખરાખરીના મુકાબલામા ભારતને માત આપે છે. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી 24 ટી20 મેચો રમાઇ છે. આમાં ભારતીય મહિલા ટીમ માત્ર 6 જ મેચો જીતી શકી છે. બીજીબાજુ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 3 ગણી વધુ મેચો એટલે કે 17 મેચો જીતી છે. એક મેચનુ રિઝલ્ટ નથી આવ્યુ. આમ જોઇએ તો આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં ઓસ્ટ્રેલિયા ભારત પર હાવી રહી છે.
આ પણ વાંચો.......
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ
રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ