નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સે લસિથ મલિંગાના વિકલ્પ તરીકે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પેટિસનને ટીમમાં સામેલ કર્યો છે. થોડા દિવસો પહેલા લસિથ મલિંગાએ મુંબઈ ઈન્ડિયન્સને જાણ કરી હતી કે તે વ્યક્તિગત કારણોથી દુબઈમાં રમાનારી આઈપીએલમાં નહીં રમી શકે.


ચાલુ સપ્તાહે અબુ ધાબીમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જેમ્સ પેટિનસન ટીમ સાથે જોડાવાનો છે. ટીમના માલિક આકાશ અંબાણીએ કહ્યું, જેમ્સ પેટિસન ચાલુ વર્ષે મુંબઈ માટે સારું યોગદાન આપી શકે છે. જે કંડીશનમાં મેચ રમાશે ત્યાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.



અબુ ધાબીમાં છેલ્લા થોડા દિવસોથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અભ્યાસ કરી રહી છે. આઈપીએલ 19 સપ્ટેમ્બરે શરૂ થશે અને તેનું આયોજન શારજાહ ઉપરાંત દુબઈ અને અબુ ધાબીમાં કરવામાં આવી રહ્યું છે.



ટાટા મોટર્સે નેક્સનની નવી એડિશન કરી રજૂ, આ કાર સાથે થશે મુકાબલો

કોરોના અપડેટઃ ગુજરાતમાં આજે થયેલા કુલ મોતના 50 ટકા સુરતમાં નોંધાયા, જાણો વિગતે

સરકારે PUBG સહિત 118 મોબાઇલ એપ પર મૂક્યો પ્રતિબંધ, જાણો વિગત