નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની ગઈ સીઝનમાં અમ્પાયરની ભૂલો ઘણી ચર્ચામાં રહી હતી અને નો બૉલને લઈને ઘણી ભૂલો થઈ હતી. આ ભૂલોને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલની આગામી સીઝનમાં એક્સ્ટ્રા અમ્પાયર લાવવાની તૈયારી કરી રહ્યું છે. આઈપીએલની આગામી સીઝનમાં માત્ર નો-બોલનું ધ્યાન રાખવા માટે એક એક્સ્ટ્રા અમ્પાયર રહેશે.

આપીએલની ગવર્નિંગ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવર્નિંગ કાઉન્સિલના એક મેમ્બરે કહ્યું કે, એક સ્પેશિયલ અમ્પાયર ફરજ નિભાવશે, જે ઓન-ફિલ્ડ અમ્પાયર્સ અને થર્ડ અમ્પાયર સાથે કોઓર્ડિનેટે કરીને નો-બોલ અંગે મદદ કરશે. આઇપીએલ પહેલા આ રીતે એક્સ્ટ્રા અમ્પાયરનો ઉપયોગ ડોમેસ્ટિક ક્રિકેટમાં કરવામાં આવશે.


આ સિવાય પાવર પ્લેયરનો કોનસેપ્ટ આગામી સીઝનમાં મુકવામાં આવશે નહીં આવે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. બોર્ડના અધિકારીએ જણાવ્યું કે, સમય ઓછો હોવાથી તેને આગામી સીઝનમાં અમલમાં મુકવામાં આવશે નહીં. અમે આઇપીએલ પહેલા તેનો ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ઉપયોગ કરવા માગીએ છીએ. તેમાં વધુ સમયની જરૂર હોવાથી હાલના તબક્કે તે થઇ શકે તેમ નથી.

આ પણ વાંચો.....

શુભમન ગીલે તોડ્યો વિરાટ કોહલીનો 10 વર્ષ જુનો રેકોર્ડ, બન્યો આવુ કરનારો સૌથી યુવા ખેલાડી, જાણો વિગતે

બાંગ્લાદેશ સામે ખોટો રિવ્યૂ લેવડાવ્યો છતાં રોહિતે કર્યો ઋષભ પંતનો બચાવ, જાણો કેમ

ICC T20 વર્લ્ડ કપ 2020નું આખું શેડ્યૂલ જાહેર, આ 4 નવી ટીમોને મળી વર્લ્ડ કપની ટિકિટ

આ દિગ્ગજ ક્રિકેટરે બીજીવાર કર્યા લગ્ન, પોતાની ગર્લફ્રેન્ડને બનાવી જીવનસાથી, જુઓ તસવીરો