નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી માટે આજકાલ ખરાબ દિવસો જઇ રહ્યાં છે. ફોર્મ સામે સતત ઝઝૂમી રહ્યો છે, ટીમ ઇન્ડિયાની મેચો બાદ હવે આઇપીએલમાં પણ વિરાટ કોહલી સતત નિષ્ફળ જઇ રહ્યો છે. એકબાજુ ફેન્સ વિરાટને ફોર્મમાં પાછા આવવા માટે દુઆઓ કરી રહ્યાં છે, તો બીજીબાજુ કેટલાક વિરાટના ફોર્મ સામે સવાલો ઉઠાવીને મજાક ઉડાવી રહ્યાં છે. આ કડીમાં હવે બૉલીવુડ એક્ટર કેઆરકે પણ સામેલ થઇ ગયો છે, તેને વિરાટ પર એક મજાકભર્યુ ટ્વીટ કર્યુ છે.
કમાલ રાશિ ખાન (KRK)એ વિરાટના ખરાબ ફોર્મ માટે પત્ની અનુષ્કા શર્મા જવાબદાર હોવાનું કહ્યું હતું. KRKએ કહ્યું હતું કે વિરાટ માટે અનુષ્કા બેડ લક છે. કમાલના આ નિવેદન પર સોશ્યલ મીડિયામાં ધમાસાન મચી ગયુ છે. ફેન્સ એક્ટરને જબરદસ્ત રીતે ટ્રૉલ કરી રહ્યાં છે. કમાલ ખાને પોતાની પોસ્ટમાં લખ્યું- 'અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી માટે બેડ લક છે. હવે વિરાટ ત્યારે જ ફોર્મમાં પરત ફરશે, જ્યારે તે અનુષ્કાને ડિવોર્સ આપી દે. #RCBvsRR.'
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી વધુ સમયથી વિરાટ કોહલી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે, ગત ટી20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીને વનડે, ટી20 કેપ્ટનશીપમાંથી પણ હટાવી દેવામાં આવ્યો છે, એટલુ જ નહીં વિરાટે ખુદ આઇપીએલની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર ટીમને અને ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આઇપીએલની સિઝન 15માં વિરાટ કોહલી ફરી એકવાર આરસીબી તરફથી રમતા ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે.
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા