IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેચ પહેલા જ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં એક નવા ખેલાડીની એન્ટ્રી થઇ છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બૉલર એડમ મિલ્ને ઇજા પહોંચતા તે બહાર થઇ ગયો હતો, હવે તેની જગ્યાએ તેના રિપ્લેસમેન્ટ તરીકે સીએસકેએ પોતાની ટીમમાં ઘાતક ક્રિકેટર મથીશા પથિરાનાને સામેલ કર્યો છે.
એડમ મિલ્ને કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ સીએસકેની પહેલીમાં હેમસ્ટ્રીંગની ઇજાનો સામનો કરવો પડ્યો હતો, અને હવે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.
હવે મિલ્નેના રિપ્લેસમેન્ટ તરીકે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં સામલે થયેલો મથીશા પથિરાના 19 વર્ષીય શ્રીલંકન બૉલર છે. મથીશા પથિરાના 2020 અને 2022 માં શ્રીલંકાના U19 વર્લ્ડકપ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. સીએસકેએ તેને 20 લાખની કિંમતમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
મથીશા પથિરાના આઇપીએલ રિપ્લેસમેન્ટના લિસ્ટમાં સામેલ થનારો 6 છઠ્ઠો ખેલાડી બની ગયો છે. જોકે, સીએસકેએ હજુ સુધી દીપક ચાહરના રિપ્લેસમેન્ટની જાહેરાત નથી કરી. દીપક ચાહરને ચેન્નાઇએ 14 કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં સામેલ કર્યો હતો. સીએસકે ઉપરાંત રાજસ્થાન રૉયલ્સે પણ નાથન કૂલ્ટર નાઇલના રિપ્લેસમેન્ટનુ એલાન નથી કર્યુ.
આ પણ વાંચો.......
IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો
હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો
સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે
ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત
હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો