Pat Cummins News: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ટીમો વચ્ચે પ્લેઓફમાં પહોંચવાનો જંગ ચાલુ જ છે, આ બધાની વચ્ચે કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ માટે એક ખરાબ સામાચાર સામે આવ્યા છે. ટીમનો ફાસ્ટ બૉલર પેટ કમિન્સ કૂલ્હાની ઇજાના કારણે આઇપીએલ 2022માંથી બહાર થઇ ગયો છે, તે હવે બાકી બચેલી મેચો નહીં રમી શકે. 


પેટ કમિન્સના બહાર થવાના કારણે હવે શ્રેયસ અય્યરની કેકેઆરની સ્થિતિ વધુ નાજુક થઇ ગઇ છે. કેકેઆરે આ સિઝનમાં અત્યાર સુધી 12 મેચો રમી છે, જેમાં 7 મેચોમાં હારીને પૉઇન્ટ ટેબલમાં 7માં નંબર પર યથાવત છે. પ્લેઓફમાં પહોંચવાની કેકેઆરની આશા ખુબ ઓછી છે, અને આવામાં ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે. 


cricket.com.au એ પેટ કમિન્સના આઇપીએલ 2022માંથી બહાર થવાની પુષ્ટી કરી છે. જોકે, આઇપીએલ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી હજુ સુધી કોઇ અધિકારિક નિવેદન સામે નથી આવ્યુ.  






cricket.com.au અનુસાર, આઇપીએલ છોડીને સિડની પરત ફરી ચૂકેલા પેટ કમિન્સને આઇપીએલ દરમિયાન નિગલ ઇન્જરી પણ થઇ હતી. ઓસ્ટ્રેલિયાને આગામી મહિને શ્રીલંકાનો પણ પ્રવાસ કરવાનો છે, આવામાં કમિન્સ ઘરે રિહેબ કરશે. ઓસ્ટ્રેલિયાને શ્રીલંકા પ્રવાસ પર 3 ટી20, 5 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. 


પેટ કમિન્સ કેકેઆર માટે આ સિઝનમાં પાંચ મેચોમાં સાત વિકેટો ઝડપી ચૂક્યો હતો. સાથે તેને 14 બૉલ પર યાદગાર મેચ વિનિંગ ફિફ્ટી પણ ઠોકી હતી.


આ પણ વાંચો.......... 


LIC IPO: શેરબજારમાં વેચવાલીથી LIC IPOની GMP સતત ઘટી રહ્યું છે, 17 મેના રોજ રોકાણકારોને લાગી શકે છે આંચકો


ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર, 46 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર


Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી


Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ


સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે


High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું