GT vs LSG: પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી ગુજરાત ટાઈટન્સે ખાતું ખોલાવ્યું, જાણો કોણ છે મેચનો હિરો

IPL 2022માં આજે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈમ્સ (GT)નો મુકાબલો કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

gujarati.abplive.com Last Updated: 28 Mar 2022 11:30 PM
IPL 2022: ગુજરાતે 5 વિકેટે મેચ જીતી

ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર હતી, પરંતુ અભિનવ મનોહર અને રાહુલ તેવટિયાએ તોફાની બેટિંગ કરી અને ટીમને 19.4 ઓવરમાં જીત અપાવી. રાહુલ તેવટિયા જીતનો હીરો બન્યો, જેણે 24 બોલમાં અણનમ 40 રનની ઇનિંગ રમી. જ્યારે અભિનવ મનોહરે 7 બોલમાં 15 રન બનાવ્યા હતા. ગુજરાતે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી.

IPL 2022: રાહુલ તેવટિયાનો ધડાકો, ગુજરાતની આશાઓ વધી

રવિ બિશ્નોઈની આ ઓવરના પહેલા બોલ પર રાહુલ તેવટિયાએ સિક્સર ફટકારી હતી. આ પછી તેવતિયાએ ચોથા અને પાંચમા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેવટિયા અને મિલર વચ્ચે 50 રનની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. હવે ગુજરાતને જીતવા માટે 18 બોલમાં 29 રનની જરૂર છે. ગુજરાતનો સ્કોર 17 ઓવર પછી 130/4

IPL 2022: ગુજરાતનો સ્કોર 14 ઓવર પછી 88/4

દીપક હુડ્ડાએ પણ આ ઓવરમાં સારી બોલિંગ કરી અને માત્ર 5 રન આપ્યા. ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા રન માટે તરસી રહ્યા છે. ગુજરાતની ટીમે મેચમાં ટકી રહેવા માટે રનની ઝડપ વધારવી પડશે. 14 ઓવર પછી ગુજરાતનો સ્કોર 88/4 છે.

IPL 2022: ગુજરાતની 4 વિકેટ પડી, મેથ્યુ વેડ 30 રન બનાવીને આઉટ થયો

લખનૌના કેપ્ટન કેએલ રાહુલે બોલિંગ બદલી અને દીપક હુડાને આપી. હુડ્ડા પણ કેપ્ટનના વિશ્વાસ પર ખરો ઉતર્યો અને ઓવરના પાંચમા બોલ પર 30 રનના વ્યક્તિગત સ્કોર પર સેટ બેટ્સમેન મેથ્યુ વેડને પેવેલિયનમાં મોકલી દીધો. હવે રાહુલ તેવટિયા બેટિંગ કરવા આવ્યા છે. 12 ઓવર પછી સ્કોર 79/4

IPL 2022: ગુજરાતની ત્રીજી વિકેટ પડી, હાર્દિક પંડ્યા 33 રન બનાવી આઉટ થયો

કૃણાલ પંડ્યાની આ ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યા મોટો શોટ મારવાના પ્રયાસમાં 33 રનના અંગત સ્કોર પર મનીષ પાંડેના હાથે કેચ આઉટ થયો હતો. ગુજરાતે હવે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે અને ડેવિડ મિલર બેટિંગ કરવા આવ્યો છે. કૃણાલે આ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. 11 ઓવર પછી ગુજરાતનો સ્કોર 75/3 છે.

IPL 2022: હાર્દિક પંડ્યા અને મેથ્યુ વેડ ક્રીઝ પર

કૃણાલ પંડ્યા ફરી એકવાર બોલિંગ કરવા આવ્યો અને તેણે બેટ્સમેનોને શરૂઆતમાં મોટા શોટ મારવાની તક આપી નહીં. જોકે, ઓવરના છેલ્લા બોલ પર હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો હતો. 9 ઓવર પછી ગુજરાતનો સ્કોર 64/2 છે.

IPL 2022: ગુજરાતનો સ્કોર 50ને પાર

રવિ બિશ્નોઈની આ ઓવરના પાંચમા બોલ પર હાર્દિક પંડ્યાએ લાંબી સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં બેટ્સમેનોએ ત્રણ સિંગલ પણ લીધા હતા. ગુજરાતનો સ્કોર 50ને પાર પહોંચી ગયો છે અને ધીમે ધીમે ટીમ સારી સ્થિતિમાં પહોંચી રહી છે. 8 ઓવર પછી ગુજરાતનો સ્કોર 55/2 છે.

IPL 2022: કૃણાલ પંડ્યાની શાનદાર બોલિંગ, ઓવરમાં માત્ર 2 રન આપ્યા

લખનૌના કેપ્ટન રાહુલે કૃણાલ પંડ્યાને બોલિંગ આપી અને તેણે ઓવરમાં માત્ર 2 રન આપ્યા, બોલિંગ સારી હતી. ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા 20 અને મેથ્યુ વેડ 15 રન બનાવીને રમી રહ્યો છે. ગુજરાતનો સ્કોર 7 ઓવર પછી 46/2

IPL 2022: રવિ બિશ્નોઈની સારી બોલિંગ, ઓવરમાં માત્ર 5 રન આપ્યા

બોલિંગમાં ફેરફાર કરીને રવિ બિશ્નોઈને બોલિંગની જવાબદારી સોંપવામાં આવી છે. મેથ્યુ વેડે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બિશ્નોઈએ આ ઓવરમાં 5 રન આપ્યા હતા. ગુજરાતનો સ્કોર 6 ઓવર પછી 44/2

IPL 2022: ગુજરાતનો સ્કોર 5 ઓવર પછી 39/2

અવેશ ખાન તેની બીજી ઓવર નાખવા આવ્યો. તેણે આ ઓવરમાં સારી બોલિંગ કરી અને માત્ર 4 રન આપ્યા હતા. 5 ઓવર પછી ગુજરાતનો સ્કોર 39/2 છે.

IPL 2022: મોહસીન ખાનની ઓવર મોંઘી પડી

લખનૌએ બોલિંગ બદલી અને મોહસીન ખાનને બોલિંગ આપી હતી. હાર્દિક પંડ્યાએ તેની ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો, જ્યારે છેલ્લા બોલ પર મેથ્યુ વેડે ચોગ્ગો ફટકાર્યો હતો. ગુજરાત માટે આ એક સારી ઓવર રહી હતી. ગુજરાતનો સ્કોર 4 ઓવર પછી 35/2

IPL 2022: ગુજરાતની બીજી વિકેટ પડી, વિજય શંકર 4 રન પર આઉટ

દુષ્મંત ચમીરાએ બીજી ઓવરની ધમાકેદાર શરૂઆત કરી અને પહેલા જ બોલ પર વિજય શંકરને તેના 4 રનના સ્કોર પર આઉટ કર્યો. ગુજરાતની બે વિકેટ પડી ગઈ છે અને ટીમ હવે મુશ્કેલીમાં છે. હવે કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો છે. પંડ્યાએ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. પંડ્યાએ ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો પણ માર્યો હતો. ગુજરાતનો સ્કોર 3 ઓવર પછી 25/2

IPL 2022: ગુજરાતની ખરાબ શરૂઆત, શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના આઉટ

159 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના દુષ્મંત ચમીરાનો શિકાર બન્યો હતો. ગિલના આઉટ થયા બાદ વિજય શંકર બેટિંગ કરવા આવ્યો છે. દુષ્મંત ચમીરાએ પ્રથમ ઓવરમાં જ સારી બોલિંગ કરી હતી. 1 ઓવર પછી ગુજરાતનો સ્કોર 7/1 છે.

IPL 2022: લખનૌએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા

ગુજરાત તરફથી ઇનિંગ્સની છેલ્લી ઓવર વરુણ એરોને કરી હતી. ઓવરના ચોથા બોલ પર આયુષ બદોની 54 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. લખનૌની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા છે. દીપક હુડ્ડા અને આયુષ બદોનીએ અડધી સદી ફટકારી અને લખનૌને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. વરુણ એરોને 2 અને રાશિદ ખાને એક વિકેટ લીધી હતી. ગુજરાતને જીતવા માટે 159 રન બનાવવા પડશે.

IPL 2022: હુડા અને બદોની વચ્ચે 50 રનની ભાગીદારી પૂર્ણ

વરુણ એરોનની આ ઓવરમાં દીપક હુડ્ડાએ બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને સ્કોરને આગળ વધાર્યો હતો. હુડા અને બદોની વચ્ચે 50 રનની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. બંને ખેલાડીઓ લાંબા સમયથી ક્રિઝ પર છે અને હવે મોટા શોટ રમી રહ્યા છે. 13 ઓવર પછી લખનૌનો સ્કોર 80/4

IPL 2022: દીપક હુડ્ડાએ બે ચોગ્ગા ફટકાર્યા, સ્કોર 50ને પાર

દીપક હુડ્ડાએ હાર્દિક પંડ્યાની આ ઓવરના પહેલા અને ત્રીજા બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. લખનૌની ઈનિંગ્સ હવે રિકવર થઈ ગઈ છે, પરંતુ મેચમાં ટકી રહેવા માટે ટીમને મોટો સ્કોર કરવો પડશે. આ ઓવરમાં 11 રન આવ્યા હતા. લખનૌનો સ્કોર 11 ઓવર પછી 58/4

IPL 2022: લખનૌની ટીમ મુશ્કેલીમાં

લખનૌએ તેના ટોચના બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી છે અને હવે દીપક હુડા અને આયુષ બડોની પર નજર છે. બોલિંગમાં ફેરફાર કરતી વખતે, આ વખતે લોકી ફર્ગ્યુસનને આક્રમણ પર મૂકવામાં આવ્યો છે. ફર્ગ્યુસને સારી બોલિંગ કરી અને માત્ર 3 રન આપ્યા. લખનૌનો સ્કોર 6 ઓવર પછી 32/4

IPL 2022: લખનૌને બીજો ફટકો, ડિકોક 7 રન બનાવીને આઉટ 

મોહમ્મદ શમીએ તેની બીજી ઓવરમાં પણ શાનદાર બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું અને લખનૌની ટીમને બીજો ઝટકો આપ્યો. ક્વિન્ટન ડી કોકે ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ શમીએ તેને ત્રીજા બોલ પર બોલ્ડ કર્યો. હવે મનીષ પાંડે બેટિંગ કરવા આવ્યો છે. 

IPL 2022: એવિન લુઈસે ઇનિંગ્સની પ્રથમ ફોર ફટકારી

ગુજરાત માટે વરુણ એરોને બીજી ઓવર કરી. આ ઓવરના ત્રીજા બોલ પર એવિન લુઈસે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઇનિંગની પ્રથમ બાઉન્ડ્રી છે. 

IPL 2022: એવિન લુઈસે ઇનિંગ્સની પ્રથમ ફોર ફટકારી

ગુજરાત માટે વરુણ એરોને બીજી ઓવર કરી. આ ઓવરના ત્રીજા બોલ પર એવિન લુઈસે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઇનિંગની પ્રથમ બાઉન્ડ્રી છે. 

IPL 2022: KL રાહુલ મેચના પહેલા બોલ પર આઉટ

લખનૌની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને મેચના પહેલા જ બોલ પર કેપ્ટન કેએલ રાહુલ આઉટ થયો હતો. હવે એવિન લુઈસ બેટિંગ કરવા આવ્યો છે અને બીજા છેડે ક્વિન્ટન ડી કોક હાજર છે. મોહમ્મદ શમીએ આ ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને માત્ર 2 રન આપ્યા. 

IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઈલેવન

KL રાહુલ (c), ક્વિન્ટન ડી કોક (wk), મનીષ પાંડે, કૃણાલ પંડ્યા, એવિન લુઈસ, દુષ્મંતા ચમીરા, દીપક હુડા, આયુષ બદોની, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન

IPL 2022: ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઈલેવન

હાર્દિક પંડ્યા (c), શુભમન ગિલ, મેથ્યુ વેડ (wk), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, લોકી ફર્ગ્યુસન, રાશિદ ખાન, મોહમ્મદ શમી, વરુણ એરોન

IPL 2022: ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે. IPLમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022માં આજે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈમ્સ (GT)નો મુકાબલો કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચથી બંને ટીમ IPLમાં ડેબ્યૂ કરી રહી છે. આ વખતે ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ગુજરાત અને લખનઉની ટીમો પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. 


જુઓ બંને ટીમના સ્ટાર ખેલાડીઓ


ગુજરાત ટાઇટન્સની તાકાત તેની બોલિંગ લાઇન અપ છે. આ ટીમમાં એક કરતા વધારે બોલર છે. ફાસ્ટ બોલિંગમાં તેમની પાસે મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન જેવા બોલર છે જ્યારે સ્પિન બોલિંગમાં તેમની પાસે રાશિદ ખાન છે. કેપ્ટન હાર્દિક પંડ્યા, વિજય શંકર અને રાહુલ તેવટિયા જેવા ઓલરાઉન્ડર ટીમને ખૂબ જ મજબૂત બનાવે છે. આ સિવાય ટીમમાં ડેવિડ મિલર અને શુભમન ગિલના રૂપમાં સારા બેટ્સમેન છે.


લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો ટીમનો ટોપ ઓર્ડર ઘણો મજબૂત છે. કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક શાનદાર ઓપનર છે. આ પછી મિડલ ઓર્ડરમાં મનીષ પાંડે અને દીપક હુડ્ડા જેવા ખેલાડીઓ છે.  અવેશ ખાન અને એન્ડ્રુ ટાયના રૂપમાં ઝડપી બોલર છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.