GT vs SRH: છેલ્લી ઓવરમાં રાશિદ અને તેવટીયાની શાનદાર ઈનિંગથી ગુજરાત 5 વિકેટે જીત્યુ, રાશિદે વિનિંગ સિક્સ ફટકારી

GT vs SRH Live Score: IPL 2022ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

gujarati.abplive.com Last Updated: 27 Apr 2022 11:24 PM
રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી

ગુજરાતની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર શાનદાર જીત થઈ. રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી હતી. છેલ્લી ઓવરમાં રાહુલ તેવટીયા અને રાશિદ ખાને 4 સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી.

રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી

ગુજરાતની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર શાનદાર જીત થઈ. રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર મારીને મેચ ફિનીશ કરી હતી. છેલ્લી ઓવરમાં રાહુલ તેવટીયા અને રાશિદ ખાને 4 સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી.

ગુજરાતને જીતવા માટે 5 બોલમાં 16 રનની જરુર છે.

ગુજરાતને જીતવા માટે 5 બોલમાં 16 રનની જરુર છે.

ગુજરાતને જીતવા માટે 18 બોલમાં 47 રનની જરુર

ગુજરાતનો સ્કોર 150 રન પર પહોંચ્યો. હવે ગુજરાતને 18 બોલમાં 47 રનની જરુર છે. હાલ રાશિદ ખાન અને રાહુલ તેવટીયા રમતમાં છે.

ગુજરાતને જીતવા માટે 33 બોલમાં 67 રનની જરુર

રિદ્ધીમાન સાહા 38 બોલમાં 68 રન બનાવી આઉટ થયો. હાલ ડેવિડ મિલર અને રાહુલ તેવટીયા રમી રહ્યા છે. ગુજરાતને જીતવા માટે 33 બોલમાં 67 રનની જરુર છે. સ્કોર - 133 પર ત્રણ વિકેટ

11.4 ઓવર પર ગુજરાતની ટીમના 100 રન પુરા

11.4 ઓવર પર ગુજરાતની ટીમના 100 રન પુરા થયા. હાલ સાહા અને મિલર રમતમાં છે. ગુજરાતને જીત માટે 50 બોલમાં 95 રનની જરુર.

રિદ્ધીમાન સાહાએ 28 બોલમાં પોતાની 50 રન પુરા કર્યા

રિદ્ધીમાન સાહાએ 28 બોલમાં પોતાની 50 રન પુરા કર્યા. હાલ ગુજરાતને જીત માટે 58 બોલમાં 104 રનની જરુર છે. મિલર અને સાહા રમતમાં

ગુજરાતને બીજો ઝટકો, કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ

ઉમરાન મલીકે ગુજરાતને બીજો ઝટકો આપ્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યાને 6 બોલમાં 10 રન બનાવી આઉટ થયો છે. ગુજરાતને સ્કોર 9.2 ઓવરે 85 રન અને 2 વિકેટ પડી ગઈ છે.

ગુજરાતનો સ્કોર 7.4 ઓવરના અંતે 69 રન પર એક વિકેટ

ઉમરાનની ફાસ્ટ બોલિંગ આગળ રમતા શુભમન ગિલ બોલ્ડ થયો. 24 બોલમાં 22 રન કરીને શુભમન ગિલ આઉટ થયો. ગુજરાતનો સ્કોર 7.4 ઓવરના અંતે 69 રન પર એક વિકેટ

ગુજરાતનો સ્કોર 50 રન પર પહોંચ્યો

ગુજરાત ટાઈટન્સના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને રિદ્ધીમાન સાહાએ સારી શરુઆત કરી છે. બંનેની શાનદાર બેટિંગથી 5.2 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 50 રન પર પહોંચ્યો છે.

હૈદરાબાદે જીત માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો

છેલ્લી ઓવરમાં શશાંકે તોફાની બેટિંગ કરતાં પોતાની ઈનિંગના કુલ 6 બોલમાં 25 રન ફટકાર્યા હતા. આ સાથે હૈદરાબાદે 20 ઓવરના અંતે 6 વિકેટના નુકસાન પર કુલ 195 રન કર્યા. 

અભિષેક શર્મા અલ્ઝારી જોસેફના બોલ પર બોલ્ડ

ગુજરાત ટાઈટન્સને મોટી સફળતા મળી છે. અભિષેક શર્મા અલ્ઝારી જોસેફના બોલ પર બોલ્ડ થયો છે. અભિષેકે 42 બોલમાં 65 રનની તોફાની ઈનિંગ રમી. હાલ હૈદરાબાદનો સ્કોર 15.1 ઓવરે 140 રન પર ત્રણ વિકેટ.

અભિષેક શર્માએ 33 બોલમાં અડધી સદી પુરી કરી

અભિષેક શર્માએ 33 બોલમાં અર્ધશતક પુર્ણ કર્યું. 4 ચોક્કા અને 3 સિક્સરની મદદથી 33 બોલમાં અભિષેક શર્માએ 51 રન બનાવ્યા છે. હાલ હૈદરાબાદનો સ્કોર 12 ઓવરના અંતે 112 રન પર 2 વિકેટ.

10 ઓવરના અંતે સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 84 રન

10 ઓવરના અંતે સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 84 રન પર પહોંચ્યો છે. હાલ અભિષેક શર્મા (36 રન) અને એડન માર્કરમ (14 રન) રમી રહ્યા છે.

રાહુલ ત્રિપાઠી મોહમ્મદ શમીના બોલ પર એલબીડબલ્યુ આઉટ

હૈદરાબાદની બીજી વિકેટ પડી. 16 રન બનાવીને રાહુલ ત્રિપાઠી મોહમ્મદ શમીના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. હૈદરાબાદનો સ્કોર 48 રન પર 2 વિકેટ

ગુજરાતને મળી પહેલી સફળતા, વિલિયમ્સન 5 રન બનાવી આઉટ

મહોમ્મદ શમીએ ગુજરાતને પહેલી સફળતા અપાવી છે. શમીએ કેન વિલિયમ્સનને 3જી ઓવરમાં 5 રન પર બોલ્ડ કર્યો હતો. હૈદરાબાદનો સ્કોર 26 રન પર 1 વિકેટ

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 15મી સિઝનમાં આ બંને ટીમોએ અત્યાર સુધી ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમઃ અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન (વિકેટ કીપર), શશાંક સિંહ, વોશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો યાનસેન, ઉમરાન મલિક, ટી નટરાજન.


ગુજરાત ટાઈટન્સની ટીમઃ રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.