ઈંડિયન પ્રીમિયર લીગ IPLનો રોમાંચ યથાવત છે અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટીમને પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટનશીપ છોડીને રમી રહેલો વિરાટ કોહલી અત્યારે પણ ટીમનો સ્ટાર બેટ્સમેન છે. મંગળવારે વિરાટ કોહલીએ એક ફોટો પોસ્ટ કર્યો હતો જે ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ હવે બાયો-બબલમાં તેમની સાથે જોડાઈ ગઈ છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર પર અનુષ્કા શર્મા સાથેનો ફોટો પણ શેર કર્યો હતો જેમાં બંને સ્માઈલ આપતા દેખાઈ રહ્યા છે.


બાયો-બબલમાં પ્રવેશઃ ઉલ્લેખનીય છે કે, આઈપીએલના બધા જ ખેલાડીઓ હાલ બાયો-બબલમાં જ રહે છે. આ સ્થિતિમાં જો કોઈ ખેલાડીનો પરિવાર તેમની સાથે રહેવા માંગે છે તો તે પરિવારના સભ્યને પહેલાં ક્વોરંટાઈનમાં રાખવામાં આવે છે ત્યાર બાદ જ એ સભ્ય પોતાના ખેલાડી સાથે રહી શકે છે. અનુષ્કાએ પણ પોતાનો ક્વોરંટાઈ પિરિયડ પૂર્ણ કર્યો હતો અને તે હવે વિરાટ સાથે રહેવા માટે આવી ગઈ છે. 






રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટીમે આ સિઝનની શરુઆત હારથી કરી છે. પંજાબ કિંગ્સ સામેની રોમાંચક મેચમાં બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગ્લોરે 205 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો છતાં પણ તે પંજાબ સામે જીતી શક્યું નહોતું. હવે રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની આગળની મેચ આવતીકાલે 30 માર્ચના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે યોજાશે. આ બંને ટીમો મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે સામ-સામે ટકરાશે. વિરાટ કોહલીએ પોતાની પ્રથમ મેચમાં 29 બોલમાં 41 રન કર્યા હતા.


આ પણ વાંચોઃ


SRH vs RR: રાજસ્થાન અને હૈદરાબાદ આજે સીઝનની પ્રથમ મેચ રમશે, જાણો બંને ટીમના રેકોર્ડ