IPL News: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે સૌથી સક્સેસ ટીમો આમને સામને આવશે, જોકે, આ બન્ને ટીમોની આ સિઝન એકદમ ખરાબ રહી છે. એકબાજુ મુંબઇ છે તો બીજીબાજુ ચેન્નાઇ. બન્ને ટીમો આ વખતે કુલ 6-6 મેચો રમી ચૂકી છે. ચેન્નાઇની વાત કરીએ તો ચેન્નાઇ 6માંથી પાંચમા હાર અને એકમાત્ર જીત મેળવી શકી છે. જ્યારે બીજીબાજુ મુંબઇની ટીમ હજુ સુધી 6 મેચો રમી ચૂકી છે પરંતુ જીતનુ ખાતુ નથી ખોલાવી શકી. 


જાણો બન્ને ટીમોને અત્યાર સુધી આમને સામને કેવુ રહ્યું છે પરફોર્મન્સ -


ચેન્નાઇ અને મુંબઇ આઇપીએલ ઇતિહાસની સૌથી સફળ બે ટીમો છે. અત્યારુ સુધી બન્ને ટીમો કુલ 32 વાર આમને સામને ટકરાઇ છે, આમાંથી 19 મેચોમાં મુંબઇ જીતી છે. તો 13 મેચોમાં ચેન્નાઇએ બાજી મારી છે. જો બન્ને ટીમોના છેલ્લા પાંચ મુકાબલાની વાત કરીએ તો મુંબઇ ત્રણ અને ચેન્નાઇ બે મેચો જીતી શકી છે. આ રીતે જોઇએ તો મુંબઇનુ પલડુ ભારે રહ્યું છે. જોકે આ સિઝનમાં ચેન્નાઇ એક મેચ જીતી શકી છે પરંતુ મુંબઇ પહેલી જીતની શોધમાં છે. 


બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન- 


મુંબઇ ઇન્ડિયન્સ - 
ઇશાન કિશન, રોહિત શર્મા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કીરોન પોલાર્ડ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન, જસપ્રીત બુમરાહ, રાઇલી મેરેડિથ.


ચેન્નાઇ સુપર કિંગ્સ -
ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયુડુ, શિવમ દુબે, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), ડ્વેન બ્રાવો, મહેશ તીક્ષણા, મુકેશ ચૌધરી.


આ પણ વાંચો....... 


IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો


હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર


તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો


સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે


ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત