નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં શનિવારે ડબલ હેડરની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયટન્સ વચ્ચે રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઇ ઇન્ડિયન્સ માટે આ સીઝન અત્યાર સુધી ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. પાંચમાંથી પાંચ મેચમાં મુંબઇને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે લખનઉની ટીમે પાંચ મેચમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે. લખનઉની ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે.


રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ છેલ્લી મેચમાં લખનઉને હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં માર્ક્સ સ્ટોઇનિસ લખનઉને જીતની નજીક લઇ ગયો હતો પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો. લખનઉ આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ટીમમાં ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે.


મુંબઇની વાત કરીએ તો પોલાર્ડ અને રોહિત શર્માનું ફોર્મ ટીમ માટે ચિંતાનજક છે. બોલિંગ પણ ખૂબ નબળી રહી છે. લખનઉ વિરુદ્ધ મેચમાં મુંબઇની ટીમમાં ફેરફાર થઇ શકે છે. જયદેવ ઉનાડકટના સ્થાને ફેબિયન એલનને તક મળી શકે છે. જ્યારે મુરુગન અશ્વિનના સ્થાને લેગ સ્પિનર મયંક માર્કેંડેયને તક મળી શકે છે.


લખનઉની સંભવિત પ્લેઇંગ ઇલેવન


કેએલ રાહુલ, ક્વિન્ટન ડિકોક, દીપક હુડા, માર્ક્સ સ્ટોઇનિસ, આયુષ બદોની, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, કે.ગૌતમ, દુષ્મંથા ચમીરા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન


મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ઇશાન કિશન, રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, ફેબિયન એલન/જયદેવ ઉનાડકટ, મુરુગન અશ્વિન/ મયંક માર્કેડેય, જસપ્રીત બુમરાહ, બંસિલ થમ્પી, ટાઇમલ મિલ્સ


IPL 2022: CSKનો બોલર દીપક ચાહર સમગ્ર સિઝનમાંથી આઉટ, જાણો તેને હરાજીના 14 કરોડમાંથી કેટલા મળશે


બ્લેક ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વીડિયો


Asia Cup 2022: શું ખરાબ આર્થિક પરિસ્થિતિ વચ્ચે શ્રીલંકામાં નહી રમાય એશિયા કપ? જય શાહે આપી મોટી જાણકારી


Puducherry Express: માટુંગા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના,  પુડુચેરી એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા