IPL 2022: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની 49મી મેચ રમાશે. આ મેચ મહેન્દ્ર સિંહ ધોની માટે ખુબ જ ખાસ છે. ચેન્નાઈના કેપ્ટન ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ 200મી મેચ છે. ધોનીએ આ પહેલાં CSK માટે 199 મેચ રમી છે અને ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. ધોનીએ આઈપીએલમાં ઘણા મોટા રેકોર્ડ્સ પણ બનાવ્યા છે અને સાથે-સાથે કેપ્ટનશીપમાં પણ ઈતિહાસ રચ્યો છે.


ધોનીએ આઈપીએલમાં ડેબ્યુ કર્યા બાદ સતત ચેન્નાઈ માટે રમ્યો છે. જો કે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપર મેચ ફીક્સિંગના આરોપ સાથે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો ત્યારે ધોની પુણે સુપર જાયંટ્સ માટે રમ્યો હતો. જ્યારે ચેન્નાઈ ઉપરથી પ્રતિબંધ હટ્યો ત્યાર બાદ ધોની ફરીથી પોતાની ટીમ સાથે જોડાઈ ગયો હતો. ધોનીએ ચેન્નાઈ માટે રમેલી 199 મેચોમાં કુલ 4312 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની રનની એવરેજ 40.37 રનની રહી છે. ધોનીએ CSKના કેપ્ટન તરીકે 4 વખત આઈપીએલની ટ્રોફી જીતી છે. આ સાથે ધોનીની મેચ જીતવાની ટકાવારી ખુબ સારી છે.


ઉલ્લેખનીય છે કે, ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુકેલા ધોનીએ આઈપીએલમાં ઓવરઓલ સારું પ્રદર્શન કર્યું છે. ધોનીએ આઈપીએલમાં કુલ 229 મેચ રમી છે અને આ દરમિયાન 4886 રન બનાવ્યા છે. ધોનીએ આઈપીએલમાં 24 અર્ધશતક ફટકાર્યા છે.આ દરમિયાન ધોનીનો સર્વાધિક સ્કોર અણનમ 84 રનનો રહ્યો હતો. ધોનીએ કુલ 340 ચોક્કા અને 224 સિક્સર ફટકારી છે, આ સાથે 39 સ્ટમ્પ કર્યા છે. ધોનીનો સ્ટ્રાઈક રેટ 135.72નો રહ્યો છે.


આ પણ વાંચોઃ


IPL 2022: CSK હજી પણ પ્લેઓફમાં પહોંચી શકે છે, જાણો કઈ ટીમોની હાર-જીતના આ સમીકરણથી ચેન્નાઈનો રસ્તો સાફ થશે....


RCB vs CSK: આજે ચેન્નાઈ અને બેંગ્લોરની ટક્કર, પ્લેઓફની રેસ માટે બંને ટીમો જીત માટે દમ લગાવશે, જાણો સંભવિત પ્લેઈંગ-11


IPLમાં ગુજરાતની હાર બાદ આવી છે પૉઇન્ટ ટેબલની સ્થિતિ, આ ટીમોનુ પ્લેઓફમાં પહોંચવુ નક્કી.....