DC vs RR: ગઇકાલે આઇપીએલ 2022માં દિલ્હી અને રાજસ્થાન વચ્ચે રમાયેલી 34મી મેચમાં થયેલો નૉ બૉલ વિવાદ હવે વધુ વકર્યો છે. એમ્પાયરના નિર્ણય સામે નારાજગી અને ગુસ્સાના કારણે પંત અને શાર્દૂલ ઠાકુર અને પ્રવિણ આમરેને સજા ફટકારવામાં આવી છે. ત્રણેયને આ વિવાદમાં ઉતરવાનુ ભારી પડી ગયુ છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલની મેચમાં છેલ્લી ઓવરમાં વિવાદ સર્જાયા બાદ રાજસ્થાને 15 રને મેચ જીતી લીધી હતી.  


આઇપીએલમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતને મેચ દરમિયાન ગુસ્સે થવાની મળી છે. IPLની કમિટીએ પંતને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવીને દંડ ફટકાર્યો છે. તેની સાથે ટીમના ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને સહાયક કૉચ પ્રવીણ આમરેને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. કમિટીએ પંતને મેચ ફીનો 100% દંડ ફટકાર્યો છે, શાર્દૂલ ઠાકુરની ઉપર મેચ ફીનો 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. 






પ્રવિણ આમરે પર પણ મેચ ફીનો 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. અમ્પાયર સાથે દલીલ કરવા અને પોતાના ખેલાડીઓને પાછા બોલાવવા માટે મેદાનમાં ઉતરેલા દિલ્હી ટીમના સહાયક કોચ પ્રવીણ આમરેને કંઇક વધુ જ સજા મળી છે. તેના પર મેચ ફીના 100% દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે જ તેના પર આગામી એક મેચનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. આમરેને IPL આચાર સંહિતાના લેવલ-2 હેઠળ કલમ 2.2 નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.


રાજસ્થાનન મેકૉયની છેલ્લી ઓવરમાં દિલ્હીના બેટર પોવેલે બેક ટુ બેક 3 છગ્ગા ફટકારી મેચ ઓન રાખી હતી. જોકે ત્રીજો બોલ ફુલટોસ અને કમરની ઉપર હોવાનું પંતને લાગ્યું હતું. હવે આ બોલમાં સિક્સ તો ગઈ પરંતુ અમ્પાયરે નો બોલ ન આપતા પંત ગુસ્સે થઈ ગયો હતો. 


આ પણ વાંચો........... 


તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ


ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો


90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન


ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક