નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાં મેદાન પર વિવાદ સર્જાયો છે, ગઇકાલે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચમાં નૉ બૉલ વિવાદ થયો હતો, આ વિવાદે ક્રિકેટ જગત પર અનેક સવાલો ઉભા કરી દીધા છે. ખરેખરમાં છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 36 રનની જરૂર હતી, અને ક્રિઝ પર રૉમવેન પૉવેલ અને કુલદીપ યાદવ હતા. પૉવેલે ઉપરાછાપરી ત્રણ છગ્ગા ફટકારી દીધા અને ત્રીજો બૉલ કમરથી ઉપરનો હોવાથી નૉ બૉલ વિવાદ ઉભો થયો હતો.
રાજસ્થાનન મેકૉયની છેલ્લી ઓવરમાં દિલ્હીના બેટર પોવેલે બેક ટુ બેક 3 છગ્ગા ફટકારી મેચ ઓન રાખી હતી. જોકે ત્રીજો બોલ ફુલટોસ અને કમરની ઉપર હોવાનું પંતને લાગ્યું હતું. હવે આ બોલમાં સિક્સ તો ગઈ પરંતુ અમ્પાયરે નો બોલ ન આપતા પંત ગુસ્સે થઈ ગયો હતો.
હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ ડગઆઉટમાં પાછા જવા માટે ઝઘડી રહ્યાં છે. કુલદીપ કેપ્ટન પંતના આદેશના કારણે પેવેલિયન પાછો જઇ રહ્યો છે, તો યુજવેન્દ્ર ચહલ તેને ધક્કો મારીને રોકી રહ્યો છે. આ બન્નેની ફાઇટનો અદભૂત વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ સમયે કુલદીપ 0 રને અને પૉવેલ 36 રન બનાવીને ક્રિઝ પર હતા.