IPL 2022 - ઇન્ડિયન પ્રીમિયર લીગની 15 સિઝનની શરૂઆત 26 માર્ચે થઇ જશે. પહેલી માચેમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટક્કર કોલકત્તા નાઇટ રાઇડર્સ સાથે થશે. આઇપીએલમાં ગયા વર્ષે બન્ને ટીમો વચ્ચે ફાઇનલ રમાઇ હતી. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સે બાજી મારી હતી. સીએસકે અને કેકેઆરની કોશિશ રહેશે કે પહેલી મેચમાં જીતીની ટૂર્નામેન્ટમાં વિજયી પ્રારંભ કરવામા આવે.
બન્ને ટીમોને મળ્યા છે નવા કેપ્ટન-
આઇપીએલ 2022 માં ચેન્નાઇ કોલકત્તાની ટીમમાં કેટલાય ફેરફારો કરવામા આવ્યા છે. ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે, અને હવે રવિન્દ્ર જાડેજા સીએસકે ટીમની આગેવાની કરશે. જ્યારે કેકેઆરની કેપ્ટનશીપ યુવા ખેલાડી શ્રેયસ અય્યરને સોંપવામા આવી છે.
સીએસેકે અને કેકેઆરના હેડ ટૂ હેડ આંકડા -
અત્યાર સુધી ચેન્નાઇ અને કોલકત્તાની વચ્ચે આઇપીએલમાં કુલ 26 મેચો રમાઇ છે. આમાંથી 17 મેચમાં ચેન્નાઇએ જીત મેળવી છે, જ્યારે કેકેઆર માત્ર આઠ મેચોમાં જ જીતી શકી છે, જ્યારે એક મેચ ટાઇ રહી છે. આઇપીએલ 2021 માં બન્ને વચ્ચે ફાઇનલ મેચ સહિત ત્રણ મેચો રમાઇ હતી. જેમાં કોલકત્તાની ટીમ તમામ મેચો હારી ગઇ હતી. કોલકત્તાને હરાવીને ચેન્નાઇની ટીમ ગઇ વખત ચેમ્પીયન બની હતી.
આટલો રહ્યો છે બન્ને ટીમોનો હાઇએસ્ટ સ્કૉર -
ચેન્નાઇએ કોલકત્તા વિરુદ્ધ રમતા 220 રનોનો હાઇએસ્ટ સ્કૉર બનાવ્યો છે. જ્યારે કેકેઆરની ટીમે ચેન્નાઇ વિરુ્દ્ધ 202 રનોનો હાઇએસ્ટ સ્કૉર બનાવ્યો છે. લૉએસ્ટ સ્કૉરની વાત કરીએ તો ચેન્નાઇનો લૉએસ્ટ સ્કૉર 114 રન અને કોલકત્તાનો લૉએસ્ટ સ્કૉર 108 રન છે.
--
આ પણ વાંંચો........
FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર
Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર
પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત
The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા