IPL 2023: ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં ફરી એક વખત કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને આ વાતની પુષ્ટિ કરી છે.


ધોની આઈપીએલમાં છેલ્લી મેચ રમ્યો હતો


ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી હતી. જોકે માહી હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. તે હાલમાં ચેન્નઈ ટીમનો કેપ્ટન પણ છે. ધોની એ જ સિઝનમાં આઈપીએલમાં છેલ્લી મેચ રમ્યો હતો. ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં 26 રન બનાવ્યા હતા. આ મેચ તેની ટીમ હારી ગઈ હતી.


માહી ભારતનો સૌથી સફળ કેપ્ટન છે


તે ભારતીય ટીમનો સૌથી સફળ કેપ્ટન હતો, જેણે પોતાના નેતૃત્વમાં દેશ માટે ત્રણ ICC ટૂર્નામેન્ટ જીતી છે. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ 2007 T20 વર્લ્ડ કપ, 2011માં ODI વર્લ્ડ કપ અને પછી 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે આ ત્રણેય ટૂર્નામેન્ટ જીતી છે.


ધોનીએ 23 ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે 2 ડિસેમ્બર, 2005માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. 1 ડિસેમ્બર, 2006માં સાઉથ આફ્રિકા સામે તેણે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.


આ પણ વાંચોઃ


Bharatsinh Solanki: ભરતસિંહ પોતાનું ઘર ન સંભાળી શક્યા તે કોંગ્રેસ શું સંભાળશે ? જાણો કોણે લગાવ્યો આ આરોપ


IND vs PAK : આજે ફરી બે કટ્ટર હરિફ ભારત-પાક.નો મહા મુકાબલો, mems જોઈને પેટમાં દુખવા લાગશે