LSG vs RCB: રોમાંચક મેચમાં લખનઉને હરાવીને ક્વોલિફાયર 2માં પહોંચ્યું બેંગ્લોર, રાજસ્થાન સામે થશે બેંગ્લોરની ટક્કર

IPL 2022ની એલિમિનેટર મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે.

gujarati.abplive.com Last Updated: 26 May 2022 12:18 AM
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 રનથી મેચ જીતી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 રનથી મેચ જીતી. છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલની ઘાતક બોલિંગ સામે 9 રન બનાવી શક્યુ લખનઉ.

અંતિમ ઓવરમાં લખનઉને જીતવા માટે 24 રનની જરુર

અંતિમ ઓવરમાં લખનઉને જીતવા માટે 24 રનની જરુર. લેવીસ અને ચમિરા ક્રિઝ પર છે.

હેઝલવુડના બોલ પર કૃણાલ પંડ્યા ગોલ્ડન ડકનો શિકાર બન્યો

હેઝલવુડના બોલ પર કૃણાલ પંડ્યા ગોલ્ડન ડકનો શિકાર બન્યો, લખનઉની 180 રન પર 6 વિકેટ પડી.

RCBને મળી મહત્વની સફળતાઃ

RCBને મળી મહત્વની સફળતાઃ હેઝલવુડના બોલ પર કે.એલ રાહુલ થયો કેચ આઉટ. રાહુલે 58માં 79 રન બનાવ્યા હતા.

લખનઉને ઝટકો, સ્ટોઈનીસ આઉટ થયો

સ્ટોઈનીસ 9 બોલમાં 9 રન બનાવી આઉટ થયો. હાલ કે.એલ રાહુલ 77 રન પર અણનમ. લખનઉને જીતવા માટે 15 બોલમાં 35 રનની જરુર

20 બોલમાં 43 રનની જરુર. સ્કોર - 166 પર 3 વિકેટ

કે.એલ રાહુલ અને સ્ટોઈનિસની તોફાની બેટિંગ, લખનઉઉને જીત માટે 20 બોલમાં 43 રનની જરુર. સ્કોર - 166 પર 3 વિકેટ

દિપક હુડ્ડા 45 રન બનાવી આઉટ

દિપક હુડ્ડા 45 રન બનાવી આઉટ થયો. હુડ્ડએ 26 બોલમાં 45 રનની શાનદાર ઈનિંગ રમી. લખનઉને જીતવા માટે 32 બોલમાં 71 રનની જરુર, 

કે.એલ રાહુલે અર્ધશતક પુર્ણ કર્યુ

કે.એલ રાહુલે પોતાનું અર્ધશતક પુર્ણ કર્યુ, ટીમનો સ્કોર 13.4 ઓવરના અંતે 118 રન પર પહોંચ્યો. હાલ રાહુલ 57 રન અને  હુડ્ડા 27 રન સાથે રમી રહ્યા છે.

લખનઉને જીત માટે 54 બોલમાં 110 રનની જરુર

લખનઉને જીત માટે હાલ 54 બોલમાં 110 રનની જરુર છે. કેએલ રાહુલ 43 રન અને હુડ્ડા 21 રન સાથે રમતમાં.

હુડ્ડા અને કેએલ રાહુલે બાજી સંભાળી

હાલ હુડ્ડા 6 રન અને કેએલ રાહુલ 29 રન સાથે રમતમાં છે. લખનઉનો સ્કોર 7 ઓવરના અંતે 67 રન, 2 વિકેટ

મનન વોહરા 11 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો.

મનન વોહરા 11 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો.

લખનઉની પ્રથમ વિકેટ પડીઃ

લખનઉની પ્રથમ વિકેટ પડીઃ ક્વિંટન ડિ કોક 5 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો. હાલ રાહુલ અને વોહરા રમી રહ્યા છે. ટીમનો સ્કોર 1.3 ઓવરમાં 12 રન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 207 રન બનાવ્યા

20 ઓવરના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 207 રન બનાવ્યા. રજત પાટીદાર 54 બોલમાં 112 રન બનાવીને અણનમ રહ્યો. સાથે જ દિનેશ કાર્તિક 23 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો. 

કાર્તિક અને પાટીદારની તોફાની ઈનિંગથી બેંગ્લોરનો સ્કોર 200 રનને પાર પહોંચ્યો

કાર્તિક અને પાટીદારની તોફાની ઈનિંગથી બેંગ્લોરનો સ્કોર 200 રનને પાર પહોંચ્યો

રજત પાટીદારની વિસ્ફોટક ઈનિંગ

રજત પાટીદારે વિસ્ફોટક ઈનિંગ રમીને 49 બોલમાં સદી પુર્ણ કરી. હાલ પાટીદાર અને કાર્તિક રમતમાં. 17.5 ઓવરના અંતે ટીમનો સ્કોર 173 રન પર 4 વિકેટ.

બેંગ્લોરની ચોથી વિકેટ પડી

મહિપાલ લોમરોર રવિ બિશ્નોઈના બોલ પર કેચ આઉટ થયો. લોમરોર 9 બોલમાં 14 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. ટીમનો સ્કોર 13.1 ઓવરના અંતે 115 રન, 4 વિકેટ

બેંગ્લોરનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો

બેંગ્લોરનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો છે. હાલ રજત પાટીદાર 63 રન બનાવીને રમતમાં છે. ટીમનો સ્કોર 13 ઓવરના અંતે 115 રન, 3 વિકેટ

બેંગ્લોરની ત્રીજી વિકેટ પડી

ગ્લેન મેક્સવેલ 10 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો.

વિરાટ કોહલી આઉટ

વિરાટ કોહલી 24 બોલમાં 25 રન બનાવીને કેચ આઉટ થયો. સ્કોર 70 રન પર 2 વિકેટ

6 ઓવરના અંતે RCBનો સ્કોર 52 રન પર 1 વિકેટ

RCBનો સ્કોર 50 રનને પાર પહોંચ્યો. હાલ કોહલી અને રજત પાટીદાર શાનદરા બેટિંગ કરી રહ્યા છે. 6 ઓવરના અંતે ટીમનો સ્કોર 52 રન પર 1 વિકેટ.

ડુ પ્લેસિસ મોહસિન ખાનનો શિકાર બન્યો

ઈનિંગનો પહેલો બોલ રમી રહેલા ડુ પ્લેસિસ મોહસિન ખાનનો શિકાર બન્યો હતો અને વિકેટ કિપર ડિ કોકના હાથે 0 રન પર કેચ આઉટ થયો હતો.

RCBની પહેલી વિકેટ પડીઃ

RCBની પહેલી વિકેટ પડીઃ કેપ્ટન અને ઓપનર બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ 0 રન બનાવીને આઉટ થયો

RCBની પ્લેઈંગ ઈલેવન

RCBની પ્લેઈંગ ઈલેવન: ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટ કિપર), શાહબાઝ અહેમદ, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ

લખનઉની પ્લેઇંગ ઇલેવનઃ

લખનઉની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (wk), KL રાહુલ (c), એવિન લુઈસ, દીપક હુડા, કુણાલ પંડ્યા, મનન વોહરા, માર્કસ સ્ટોઈનીસ, મોહસીન ખાન, આવેશ ખાન, દુષ્મંથા ચમીરા અને રવિ બિશ્નોઈ.

લખનઉ સુપર જાયંટ્સે ટોસ જીત્યો અને પહેલાં બોલિંગ પસંદ કરી.

લખનઉ સુપર જાયંટ્સે ટોસ જીત્યો અને પહેલાં બોલિંગ પસંદ કરી.

થોડી વારમાં ટોસ થશે

થોડી વારમાં ટોસ થશે. 8.10 મિનીટે મેચ શરુ થશે. મેચમાં તમામ ઓવરો નાખવામાં આવશે

IPLએ ઈડન ગાર્ડન્સનો વીડિયો ટ્વિટ કર્યો

કોલકાતામાં વરસાદને કારણે બેંગ્લોર અને લખનઉ વચ્ચેની મેચ માટે હજુ સુધી ટોસ થયો નથી.





વરસાદને કારણે ટોસમાં વિલંબ

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી એલિમીનેટર મેચનો ટોસ કરવામાં વિલંબ થયો છે. વરસાદના કારણે ટોસ થઈ શક્યો નહોતો. મેદાનમાં કવર્સ પાથરી દેવામાં આવ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022ની એલિમિનેટર મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચમાં વિજેતા ટીમ બીજી ક્વોલિફાયર મેચ રમશે. જ્યારે હારનાર ટીમ સિઝનમાંથી બહાર થઈ જશે. લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે અને બેંગ્લોરની ટીમ ચોથા નંબર પર છે. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ લખનઉએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેથી આ મેચ રોમાંચક બનવાની છે.


તમામની નજર લખનઉ અને બેંગ્લોર વચ્ચેની મેચ પર રહેશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચ જીતનારી ટીમ રાજસ્થાન રોયલ્સ સામે બીજી ક્વોલિફાયર મેચ રમશે. આ મેચ 27 મેના રોજ અમદાવાદમાં રમાશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.