IPL 2022, LSG vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની 18 રને જીત, હેઝલવુડે 4 વિકેટ ઝડપી

આઈપીએલમાં આજે લખનઉ સુપર જાયન્ટ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે. લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 19 Apr 2022 11:47 PM
RCBની આ પાંચમી જીત છે

મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું. આરસીબીની આ પાંચમી જીત છે. આ સાથે જ લખનૌની આ ત્રીજી હાર છે. આ મેચમાં લખનઉએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરુઆત ખરાબ રહી હતી. બેંગ્લોરના ઓપનર બેટ્સમેન સાવ સસ્તામાં જ આઉટ થઈ ગયા હતા. જેમાં અનુજ રાવત 4 રન, વિરાટ કોહલી 0 રન, મેક્સવેલ 23 રન, સુયશ પ્રભુદેસાઈ 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જો કે, બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે બાજી સંભાળી હતી. RCB માટે આ મેચમાં ફાફ ડુપ્લેસિસે 64 બોલમાં 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન ડુપ્લેસિસે 11 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. જો કે, આ શાનદાર ઈનિંગમાં તે સદી ચુકી ગયો હતો.

લખનઉનો સ્કોર 100 રનને પાર

લખનઉ સુપર જાયન્ટનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો છે. લખનઉને જીત માટે 31 બોલમાં 67 રનની જરુર છે. 

લખનઉની ટીમને મોટો ઝટકો

લખનઉની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ 30 રન બનાવી આઉટ થયો છે. હાલ 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટીમે 88 રન બનાવ્યા છે. કૃણાલ પંડ્યા અને દિપક હુડ્ડા રમતમાં છે. 

કેએલ રાહુલ 26 રન બનાવી રમતમાં

લખનઉ સુપર જાયન્ટ્સે 6.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 45 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 26 રન બનાવી રમતમાં છે. ડિકોક અને મનિષ પાંડે બંને આઉટ થઈ ગયા છે. 

બેંગ્લોરે લખનઉને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો. બેંગ્લોરે 20 ઓવરના અંતે 181 રન કર્યા.

ફાફ ડુપ્લેસિસ સદી ચુક્યો, 96 રન પર કેચ આઉટ થયો

ફાફ ડુપ્લેસિસ સદી ચુક્યો, 96 રન પર કેચ આઉટ થયો, હાલ ટીમનો સ્કોર 181 રન પર 6 વિકેટ

ડુપ્લેસિસે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી

ફાફ ડુપ્લેસિસે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. રોયલ ચેલેન્જર્સની ટીમનો સ્કોર 15 ઓવરમાં 130 રન પર પહોંચી ગયો છે.  શાહબાઝ અહમદ 26 રન બનાવીને આઉટ થયો છે. 

બેંગ્લુરુની ટીમને વધુ એક ઝટકો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે.  સુયાસ પ્રભુદેસાઈ માત્ર 10 રન બનાવી આઉટ થયો છે. બેંગ્લુરુએ માત્ર 63 રનમાં 4 વિકેટ ગુમાવી દિધી છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને વધુ એક ઝટકો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને વધુ એક ઝટકો લાગ્યો છે. ગ્લેન મેક્સવેલ 23 રન બનાવીને આઉટ થયો છે. ડુપ્લેસિસ 16 રન બનાવી રમતમાં છે.  

ડૂપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ હાલ રમતમાં

ફાફ ડૂપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ હાલ રમતમાં છે. બંને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુનો સ્કોર આગળ વધારી રહ્યા છે. ડુપ્લેસિસ 14 અને બનાવી અને ગ્લેન મેક્સવેલ 23 રન બનાવી રમતમાં છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુુરુની ખરાબ શરુઆત

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુુરુની ખરાબ શરુઆત થઈ છે. બેંગ્લુરુની ટીમે 30 રનની અંદર બે વિકેટ ગુમાવી દિધી છે. કોહલી ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. જ્યારે અનુજ રાવત માત્ર 4 રન બનાવી આઉટ થયો છે.  

લખનઉ સુપર જાયન્ટ પ્લેઈંગ ઈલેવન

લખનઉ સુપર જાયન્ટ : કે.એલ. રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, દુષ્મંથ ચમીરા, આવેશ ખાન, રવિ બિશ્નોઈ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, સુયાષ પ્રભુદેસાઈ, વાણિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.

લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

IPL 2022ની 31મી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે.  લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  મુંબઈના D.Y પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 

બ્રેકગ્રાઉન્ડ

આઈપીએલમાં આજે લખનઉ સુપર જાયન્ટ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે. લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમો જીત સાથે મેદાનમાં ઉતરશે. લખનઉની ટીમે છેલ્લે મુંબઇ ઇન્ડિયન્સને અને બેંગ્લોરે દિલ્હીને પરાજય આપ્યો હતો. બન્ને ટીમના છ મેચમાં આઠ પોઇન્ટ છે અને બન્ને જીત મેળવવા મેદાનમાં ઉતરશે.  પ્રથમ મેચ બાદ બેંગ્લોરનો સુકાની ડુ પ્લેસિસ મોટી ઇનિંગ રમી શક્યો નથી. વિરાટ કોહલી પણ આ વખતે મોટી ઈનિંગ નથી રમી શક્યો.  મેક્સવેલના સામેલ થવાથી બેંગ્લોરની બેટિંગ વધારે મજબૂત બની છે. તેણે દિલ્હી સામે 34 બોલમાં 55 રન ફટકાર્યા હતા. કાર્તિક મોટા ભાગની તમામ મેચમાં મેચફિનિશરની ભૂમિકા અદા કરી રહ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.