નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 15 સિઝન શરૂ થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક ટીમના ખેલાડીઓ પોતાની ફિટનેસ પારખવામાં લાગ્યા છે. આ કડીમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) પણ પોતાની ફિટનેસને લઇને અવેર થયો છે. તેને તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની ફિટનેસ પારખી રહ્યો છે. મોહમ્મદ શમી આ વખતે ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)નું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. 


મોહમ્મદ શમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં તે વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે, શમી ભારે સ્ટેપ-અપ્સ કર્યા હતા. મોહમ્મદ શમીને હરાજી પહેલા પંજાબ કિંગ્સે (Punjab Kings) રિલીઝ કરી દીધો હતો, અને ગયા મહિને IPL 2022ની હરાજીમાં તેને ગુજરાત ટાઇટન્સે રૂ. 6.25 કરોડમાં ખરીદ્યો હતો. ગુજરાતની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે. 






ગુજરાત ટાઈટન્સની સંપૂર્ણ ટીમ 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, શુબમન ગિલ, મોહમ્મદ શમી, રહેમાનુલ્લા ગુરબાઝ, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાઈ કિશોર, વિજય શંકર, જયંત યાદવ, ડોમિનિક ડ્રેક્સ, દર્શન નલકાંડે, યશ દયાલ, અલઝાર, અલઝાર, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, વરુણ એરોન અને બી સાઈ સુદર્શન.


આ પણ વાંચો....... 


ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ


ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ


પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા


કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા


હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે


Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત