Orange Cap 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ ધમાલ મચાવી રહી છે. રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જૉસ બટલર IPLની આ સિઝનમાં ત્રીજ દમદાર સદીઓ સાથે સૌથી વધુ રન કરવાના મામલામાં ટૉપનો બેટ્સમેન બની ગયો છે. ઓરેન્જ કેપ પર તેને કબજો યથાવત છે. IPLની બીજા અઠવાડિયાથી ઓરેન્જ કેપ પર આને કબજો જમાવી રાખ્યો છે. 

જૉસ બટલર આ સિઝનમાં ગજબના ફોર્મમાં દેખાઇ રહ્યો છે, આઠ મેચમાં તે 71.29 ની એવરેજ અને 159.42 ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 499 રન બનાવી ચૂક્યો છે. તેની આસપાસ કોઇ બીજો બેટ્સમને નથી. બટલર બાદ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલનો નંબર આવે છે. તે બે સદીઓ સાથે 374 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબર પર છે. પંજાબ કિંગ્સનો શિખર ધવન પણ સતત રન બનાવી રહ્યો છે અને રેસમાં સામલે છે. તે અત્યાર સુધી 307 રન બનાવી ચૂક્યો છે. 

પૉઝિશન બેટ્સમેન મેચ રન બેટિંગ એવરેજ સ્ટ્રાઇક રેટ
1 જૉસ બટલર 8 499 71.29 159.42
2 કેએલ રાહુલ 9 374 53.43 143.84
3 શિખર ધવન 9 307 38.38 126.33
4 હાર્દિક પંડ્યા 8 305 61.00 137.38
5 શ્રેયસ અય્યર 9 290 36.25 137.44

આ પણ વાંચો......... 

શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે

પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો

મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો

TCS, Infosys આ નાણાકીય વર્ષમાં 90,000 થી વધુની ભરતી કરશે