મુંબઇઃ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 24મી મેચ રમાશે. આ મેચમાં બંન્ને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે કારણ કે અત્યાર સુધી બંન્ને ટીમોનું પ્રદર્શન સારુ રહ્યું છે. રાજસ્થાને આ સીઝનમાં ચાર મેચ રમી છે જેમાં ત્રણમાં જીત હાંસલ કરી છે. જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ગુજરાતે ચારમાંથી ત્રણ મેચ જીતી છે.


આ મેચમાં બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન પર નજર નાખીએ તો તેમાં ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાતની ટીમ વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહાને સ્થાન આપી શકે છે.


ગુજરાત ટાઇટન્સને તેની છેલ્લી મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને સનરાઈઝર્સ હૈદરાબાદે પરાજય આપ્યો હતો. પરંતુ સહાને રાજસ્થાન સામેની મેચમાં તક આપવામાં આવી શકે છે. આ અગાઉ ગુજરાત ત્રણ મેચ જીતી ચૂકી છે તેવામાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે.


રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. આ સાથે ટોસ જીતનારી ટીમ કદાચ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેશે.


રાજસ્થાન રોયલ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન


જોસ બટલર, દેવદત્ત પડ્ડિકલ, સંજૂ સૈમસન, રસ્સી વૈન ડેર ડૂસન, શિમરોન હેટમેર, રિયાન પરાગ, આર.અશ્વિન, ટ્રેન્ડ બોલ્ટ, યુઝર્વેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ સેન


ગુજરાતની સંભવિત પ્લેઇંગ ઇલેવન


શુભમન ગિલ, મેથ્યૂ વેડ-રિદ્ધિમાન સહા, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યૂસન, મોહમ્મદ શમી અને દર્શન નાલકંડે


Agriculture News: ખેડૂતનો અનોખો પશુપ્રેમ, ગરમીથી પરેશાન ભેંસો માટે તબેલામાં લગાવ્યા શાવર


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ


Fact Check: પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતાં ઈન્ડિયન ઓઈલ આપી રહી છે રૂ. 6000નું ગિફ્ટ કાર્ડ ? જાણો વિગત


Wi-Fi Tips: ભૂલાઇ ગયેલા વાઇ-ફાઇ પાસવર્ડને આ આસાન સ્ટેપ્સથી મેળવી શકાય છે પાછો, રિસેટ કર્યા વિના, જાણો..........