નવી દિલ્હીઃ આઇપીએલની આ વખતની સિઝન શરૂ થવામા માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યો છે. 15મી સિઝન માટે દરેક ટીમો તૈયાર છે, પરંતુ ખાસ વાત છે કે આ વખતે 8ને બદલે 10 ટીમો રમતી દેખાશે, અને લીગનુ ફોર્મેટ પણ અલગ છે, દરેક ટીમો બે ગૃપોમાં વહેંચાઇ ગઇ છે. 


આ વખતે બે નવી ટીમો જોડાઇ છે, જેમાં એ અમદાવાદની ફ્રેન્ચાઇઝી વાળી ગુજરાત ટાઇટન્સ અને લખનઉની ફ્રેન્ચાઇઝી વાળી લખનઉ સુપર જાયન્ટ્સ છે. આ વખતે લીગની શરૂઆત ગઇ ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની મેચથી થશે. આ સમયના કેપ્ટનો પર નજર કરીએ તો 10 કેપ્ટનમાંથી 8 કેપ્ટન ભારતીય છે. જ્યારે 2 ટીમોએ વિદેશી કેપ્ટન પર વિશ્વાસ દર્શાવ્યો છે. પરંતુ પહેલા જાણી લો હરાજી પહેલા કઇ ટીમનુ નેતૃત્વ કયો ખેલાડી કરી રહ્યો છે. જાણો દરેક ટીમના કેપ્ટનો............


આઇપીએલની 10 ટીમો અને તેના કેપ્ટનો- 


મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (ભારત)


ચેન્નઈ સુપર કિંગ્સઃ મહેન્દ્ર સિંહ ધોની (ભારત)


કોલકાતા નાઇટ રાઇડર્સઃ શ્રેયસ અય્યર (ભારત)


સનરાઇઝર્સ હૈદરાબાદઃ કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ)


રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (ભારત)


દિલ્હી કેપિટલ્સઃ ઋષભ પંત (ભારત)


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુ પ્લેસીસ (દક્ષિણ આફ્રિકા)


પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ (ભારત)


ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (ભારત)


લખનઉ સુપર જાયન્ટ્સઃ લોકેશ રાહુલ (ભારત)


 


IPL 2022 માટે ટીમોના ગ્રુપ આ પ્રમાણે છે:


ગ્રુપ A ટીમો- 
1. મુંબઈ ઈન્ડિયન્સ
2. કોલકાતા નાઇટ રાઇડર્સ 
3. રાજસ્થાન રોયલ્સ 
4. દિલ્હી કેપિટલ્સ 
5. લખનઉ સુપર જાયન્ટ્સ


ગ્રુપ B ટીમો- 
1. ચેન્નઈ સુપર કિંગ્સ 
2. સનરાઇઝર્સ હૈદરાબાદ 
3. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 
4. પંજાબ કિંગ્સ 
5. ગુજરાત ટાઇટન્સ


IPL 2022 26 માર્ચથી શરૂ થશે અને 29 મેના રોજ ફાઈનલ રમાશે. આ દરમિયાન મુંબઈ અને પૂણેમાં ચાર આંતરરાષ્ટ્રીય સ્થળો પર 70 લીગ મેચો રમાશે. દરેક ટીમ વાનખેડે સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 4-4 મેચો અને બ્રેબોર્ન સ્ટેડિયમ અને એમસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 3-3 મેચ રમશે.


 


આ પણ વાંચો....... 


ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ


ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ


પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા


કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા


હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે


Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત