IPL 2022, SRH vs GT: સતત ત્રણ જીત બાદ ગુજરાત ટાઈટન્સ હાર્યું, હૈદરાબાદ 8 વિકેટે જીત્યું

IPL 2022માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ ટીમો સામસામે ટકરાશે. ટુંક સમયમાં આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. મેચનો ટોસ 7 વાગ્યે થશે, જ્યારે મેચ 7:30 વાગ્યે શરૂ થશે.

gujarati.abplive.com Last Updated: 11 Apr 2022 11:18 PM
નિકોલસ પુરને વિનિંગ સિક્સર મારી હૈદરાબાદને જીત અપાવી

નિકોલસ પુરને વિનિંગ સિક્સર મારી હૈદરાબાદને જીત અપાવી. 

છેલ્લી ઓવરમાં હૈદરાબાદને જીત માટે 1 રનની જરુર. 

છેલ્લી ઓવરમાં હૈદરાબાદને જીત માટે 1 રનની જરુર. નિકોલસ પુરને જોરદાર બેટિંગ કરતાં હૈદરાબાદ જીત તરફ પહોંચ્યું. પુરને 17 બોલમાં 28 રન કર્યા.

હૈદરાબાદને જીત મેળવવા માટે 12 બોલમાં 13 રનની જરુર

હૈદરાબાદનો સ્કોર 18 ઓવરના અંતે 150 રન પર પહોંચ્યો છે. હાલે નિકોલસ પુરન અને એડન માર્કરમ રમી રહ્યા છે. હૈદરાબાદને જીત મેળવવા માટે 12 બોલમાં 13 રનની જરુર

ગુજરાતને મળી મોટી સફળતા, વિલિયમ્સન 57 રન કરીને આઉટ

ગુજરાતને મળી મોટી સફળતા મળી છે. અર્ધશતક ફટકારી ચુકેલા હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સનની વિકેટ હાર્દિક પંડ્યાએ જડપી છે. વિલિયમ્સન 57 રન કરીને આઉટ થયો. હૈદરાબાદનો સ્કોર 129 રને બે વિકેટ.

હૈદરાબાદને જીત માટે 27 બોલમાં 39 રનની જરુર

15.4 ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર 124 રન પર પહોંચ્યો છે. હૈદરાબાદને જીત માટે 27 બોલમાં 39 રનની જરુર

હૈદરાબાદનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો

હૈદરાબાદનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો. હાલ ત્રિપાઠી અને વિલિયમ્સન બંને રમતમાં છે. હૈદારાબાદની ટીમે 1 વિકેટ ગુમાવીને 13.1 ઓવરમાં 104 રન બનાવ્યા.

ગુજરાત ટાઈટન્સને પહેલી સફળતા મળી, અભિષેક શર્મા આઉટ

ગુજરાત ટાઈટન્સને પહેલી સફળતા મળી છે. હૈદરાબાદના ઓપનર બેટ્સમેન અભિષેક શર્માને રાશિદ ખાને 42 રન પર આઉટ કર્યો છે. હૈદરાબાદનો સ્કોર 64 રન પર 1 વિકેટ

હૈદરાબાદનો સ્કોર 50 રનને પાર પહોંચ્યો

હૈદરાબાદનો સ્કોર 50 રનને પાર પહોંચ્યો છે. હાલ અભિષેક શર્મા 36 અને વિલિયમ્સન 19 રન પર રમી રહ્યા છે. હાલ ટીમનો સ્કોર 56 રન

હૈદરાબાદને જીત માટે 163 રનનો ટાર્ગેટ

ગુજરાત ટાઈટન્સની ટીમે હૈદરાબાદને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ 50 રન બનાવ્યા હતા, અભિનવ મનોહરે શાનદાર બેટિંગ કરતા 35 રન બનાવ્યા હતા. નટરાજન અને ભુવનેશ્વર કુમારે 2-2 વિકેટ ઝડપી હતી. 

ગુજરાત ટાઈટન્સનો સ્કોર 100 રનને પાર

ગુજરાત ટાઈટન્સનો સ્કોર 100 રનનો પાર પહોંચી ગયો છે.  હાર્દિક પંડ્યા 41 રન બનાવી રમતમાં છે.  

હાર્દિક પંડ્યા 25 રન બનાવી રમતમાં

ગુજરાત ટાઈટન્સની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 80 રન બનાવી લીધા છે. હાર્દિક પંડ્યા 25 રન બનાવી રમતમાં છે. 

ગુજરાતની ટીમે 64 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી

ગુજરાતની ટીમે 64 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી છે. ગુજરાતનો સ્કોર 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 73 રન પર પહોંચ્યો છે. હાલ હાર્દિક પંડ્યા અને મિલર બંને રમતમાં છે. હાર્દિક પંડ્યાએ 23 રન બનાવી રમતમાં છે. 

ગુજરાત ટાઈટન્સને વધુ એક ઝટકો

ગુજરાત ટાઈટન્સને વધુ એક ઝટકો લાગ્યો છે. સાંઈ સુદર્શન માત્ર 11 રન બનાવીને આઉટ થયો છે. મેથ્યુ વેડ હાલ 17 રન બનાવી રમતમાં છે. 

ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો

ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. શુભમન ગિલ માત્ર 7 રન બનાવીને આઉટ થયો છે. મેથ્યુ વેડ અને સુદર્શન હાલ રમતમાં છે. ગુજરાત ટાઈટન્સે 5.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 42 રન બનાવી લીધા છે. 

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

આજની મેચનો ટોસ સનરાઈઝર્સ હૈદરાબાદે જીત્યો હતો. આજની મેચ માટે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - અભિષેક શર્મા, કેન વિલિયમસન, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો યેન્સન, ઉમરાન મલિક, ટી નટરાજન.

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન

આજની મેચમાં ગુજરાત ટાઇટન્સ ટોસ હાર્યું હતું. આજની મેચ માટે ગુજરાત ટાઇટન્સ ટીમનો પ્લેઇંગ 11 આ પ્રમાણે છે - મેથ્યુ વેડ, શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, દર્શન નલકાંડે, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન.

સનરાઈઝર્સે ટોસ જીત્યો

આઈપીએલમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો છે. સનરાઈઝર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ટાઈટન્સ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. 

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022, SRH vs GT:   IPL 2022માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ ટીમો સામસામે ટકરાશે. ટુંક સમયમાં આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. મેચનો ટોસ 7 વાગ્યે થશે, જ્યારે મેચ 7:30 વાગ્યે શરૂ થશે.


યુવા ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને આજે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં તક મળી શકે છે. સ્પીડસ્ટાર ઉમરાન મલિકના સ્થાને તેને અંતિમ અગિયારમાં સ્થાન મળી શકે છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો આજે એજ ટીમ મેદાનમાં ઉતરી શકે છે. આજે ફરી હાર્દિક પંડ્યા ગુજરાત માટે ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. બીજી તરફ યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને ત્રીજા નંબર પર બીજી તક મળી શકે છે.


જાણો પીચ રિપોર્ટ


આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ડીવાય પાટિલ સ્ટેડિયમની પીચ પરથી બોલરોને બાઉન્સ મળે છે. આ પીચ બોલર અને બેટ્સમેન બંને માટે યોગ્ય છે, મેચ રાત્રે યોજાશે, જેના કારણે અહીં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં 60 ટકાથી વધુ મેચ પીછો કરતી ટીમે જીતી છે. જેના કારણે ટીમ અહીં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા માંગશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.