RCB vs KKR:  ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે નવા કેપ્ટનોની ટીમે ફરી એકવાર આમને સામને થવાની છે. આ વખતે શ્રેયસ અય્યરની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ફાક ડૂ પ્લેસીસની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર ટકરાશે. ખાસ વાત છે કે, ગઇ મેચમાં આરસીબી 205 રનોનો મોટો ટાર્ગેટ આપવા છતાં હારી ગઇ હતી, જ્યારે કેકેઆર પહેલી મેચ જીતીને આત્મવિશ્વાસથી ભરેલી છે. જાણો કેકેઆર અને આરસીબીની આજની મેચ ક્યાંથી કેટલા વાગે જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ........ 


ક્યારે અને ક્યાં રમાશે આરસીબી અને કેકેઆરની મેચ ?
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની આ મેચ બુધવારે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7 વાગે થશે. આ મેચ નવી મુંબઇની ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાશે.  


કઇ ચેનલ પરથી જોઇ શકાશે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ ?
આરસીબી અને કેકેઆરની મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામા આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પરથી જોઇ શકાશે. 


ક્યાંથી જોઇ શકાશો મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ ?
આઇપીએલ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકો છો, પરંતુ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે.


આ પણ વાંચો........ 


Ministry of Agriculture Recruitment 2022: કૃષિ અને ખેડૂત મંત્રાલયમાં નીકળી ભરતી, મહત્તમ વયમર્યાદા છે 56


Chaitr navrati 2022: હિન્દુ નવવર્ષ શરૂ થતાંની સાથે 9 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, સર્જાશે આ દુર્લભ યોગ, કેવી ઘટનાના આપે છે સંકેત


રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ


આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 15 હજારની નીચે