National Sports Day 2022: આજે ભારતમાં નેશનલ સ્પૉર્ટ્સ ડે મનાવવામાં આવી રહ્યો છે. આજની એટલે કે 29 ઓગસ્ટની તારીખ એક દિવસ છે, કેમ કે આજના દિવસે મેજર ધ્યાનચંદ એટલે કે હૉકીના જાદુગર ગણાતા ખેલાડીનો જન્મ થયો હતો. ઉલ્લેખનીય છે કે, 29 ઓગસ્ટ, 1905માં આજના દિવસે મહાન હૉકી ખેલાડી મેજર ધ્યાનચંદનો પ્રયાગરાજમાં જન્મ થયો હતો, તેનુ પુરુ નામ ધ્યાનસિંહ હતુ અને લોકો તેમને ધ વિઝાર્ડ તરીકે ઓળખતા હતા.
એવુ કહેવાય છે કે મેદાન પર બૉલ તેમની હૉકી સ્ટીક સાથે ચોંટી જતો હતો, તે દડાનો ગમે ત્યાંથી ગમે ત્યાં ફટકારી શકતા હતા. ગુલામીકાળમાં મેજર ધ્યાનચંદની પ્રતિભા અને કૌશલ્યને અંગ્રેજ સરકાર પણ વખાણી ચૂકી હતી. આથી જ તો ધ્યાનચંદના યુગને ભારતીય હૉકીનો સુવર્ણકાળ ગણવામાં આવે છે, ધ્યાનચંદનો ભય વિરોધી ટીમને વધારે રહેતો હતો. અત્યારે ક્રિકેટમાં જે સ્થાન ડોન બ્રેડમેન, અને ફૂટબોલમાં મારાડોનાનું છે તેવું સ્થાન હૉકીમાં મેજર ધ્યાનચંદનું સદા રહેવાનું છે.
આજે 29 ઓગસ્ટ હોકીના મહાન જાદૂગર ખેલાડીનો જન્મ દિવસ છે. વર્ષ 1905માં ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં જન્મ થયો હતો. પિતા બ્રિટીશ લશ્કરમાં સુબેદાર તરીકે નોકરી કરતા હોવાથી શિસ્ત,અનુશાસનના ગુણો વારસમાં જ મળ્યા હતા. પિતા સોમેશ્વર દત્તને ધ્યાનચંદ ઉપરાંત મુલસિંહ અને રુપસિંહ એમ ત્રણ સંતાનો હતા. પિતા સોમેશ્વર લશ્કર તરફથી સ્થાનિક કક્ષાએ હોકીની રમતો રમતા અને નોકરીમાંથી જ્યારે પણ સમય મળે ત્યારે સાથે હોકી રમવાનું ચુકતા નહી. પિતાને અંગ્રેજ લશ્કરમાં સુબેદારની નોકરી એટલે બદલીઓ ખૂબ થતી હોવાથી ધ્યાનચંદના ભણવાનું ઠેકાણું પડયું ન હતું, ધ્યાનચંદ 6 ધોરણ સુધી વારંવાર થતા સ્થળાંતરના લીધે પધ્ધતિસરનું શિક્ષણ લઇ શક્યા નહી. છેવટે મધ્યપ્રદેશના ઝાંસી શહેરમાં તેમનું કુટુંબ ઘણા વર્ષો સ્થાયી રહ્યું અને પછી ભણવાનું શક્ય બન્યું હતું. તેમના પિતાને પણ હોકી રમતમાં રસ હતો એટલે હોકીના કૌશલ્યો તથા નિયમોની સમજ ઘરમાંથી જ મળતી હતી.
મેજર ધ્યાનચંદે હૉકીમાં આંતરરાષ્ટ્રીય હોકી કારર્કિદી દરમિયાન 1000થી પણ વઘુ ગોલ કર્યા હતા. 1972માં મ્યુનિચ તથા 1976માં માટ્રીયલ ખાતે રમાયેલા વિશ્વ ઓલમ્પિકમાં હોકી ખેલાડી તરીકે ભાગ લીધો હતો. હોકીના વિવેચકોના મતે અશોકકુમાર પણ તેમના પિતાની જેમ આક્રમક શૈલીમાં રમવામાં માનતા હતા. 1975માં મલેશિયા ખાતે રમાયેલી વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારત મલેશિયાને 1.0 થી પરાજય આપનારો એક માત્ર ગોલ અશોકકુમારસિંહે કર્યો હતો. ત્યાર પછી ભારતે હજુ સુધી ગોલ્ડમેડલ મેળવ્યો નથી.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન