ટોક્યો પેરાલિમ્પિકમાં ((Tokyo Paralympics)) ભારતે આજનો દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે બે ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા છે જેમાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
દિવસની શરૂઆતમાં ભારત તરફથી અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. છે. 19 વર્ષની શૂટરએ મહિલાઓની 10 મીટર એર રાઇફલના વર્ગ SH1માં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણીએ 249.6નો સ્કોર કર્યો અને ટોપ કર્યું. પેરાલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. બાદમાં પેરા એથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર અને સુંદર સિંહે બરછી ફેંક F45 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક ગેમ્સમાં દેવેન્દ્ર ઝાઝરિરીયાનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા તે બે વખત ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.
તે સિવાય ડિસ્ક્સ થ્રોની F56 સ્પર્ધામાં યોગેશ કઠુનિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો. દિવસના અંતિમ સમયમાં ભારતીય ભાલા ફેંક એથ્લિટ સુમિત અન્તિલે (sumit antil javelin thrower) શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો. તેમણે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. પ્રથમવાર પેરાલિમ્પિક રમતોમાં સુમિતે જેવલિન થ્રોના F-64 ઇવેન્ટમાં પોતાના બીજા પ્રયાસમાં 68.08 મીટરનો થ્રો કર્યો હતો. જોકે, ભારત માટે આજે એક નિરાશાજનક ઘટના બની હતી. ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ભારતને ઝટકો લાગ્યો હતો. ડિસ્ક્સ થ્રોમાં વિરોધ બાદ વિનોદ કુમારનો બ્રોન્ઝ મેડલ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સાથે 26મા નંબર પર છે. મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 54 ગોલ્ડ, 35 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ સાથે 119 મેડલ જીત્યા છે. બીજા નંબર પર ગ્રેટ બ્રિટન છે તેણે 26 ગોલ્ડ મેડલ, 20 સિલ્વર મેડલ અને 22 બ્રોન્ઝ મેડલ સાથે 68 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર રશિયન પેરાલિમ્પિક કમિટી રહી હતી. જેણે 19 ગોલ્ડ મેડલ,11 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.