Pro Kabaddi - કબડ્ડી (Kabaddi)ના ફેન્સ માટે સારી ખબર છે. જલ્દી તે પોતાના મનપસંદ ખેલાડીઓને મેદાન પર કબડ્ડી કબડ્ડી કરતા જોઇ શકશે. ખરેખરમાં, પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)ની આઠમી સિઝન 22 ડિેસમ્બરથી શરૂ થઇ રહી છે. લીગની પહેલી મેચ બેગ્લુંરુ બુલ્સ અને યૂ મુમ્બાની વચ્ચે રમાશે.
ગયા વર્ષે કોરોના મહામારીના કારણ આ લીગનુ આયોજન ન હતુ થઇ શક્યુ. આવામાં ફેન્સ લાંબા સમય બાદ આનો રોમાંચ લેવાના મૂડમાં છે. હવે જલદી જ પોતાના પસંદગીના ખેલાડીઓ અને ટીમોને કબડ્ડી રમતી જોઇ શકાશે.
પ્રૉ કબડ્ડીના નિયમો-
પ્રૉ કબડ્ડી લીગમાં 20-20 મિનીટના બે હાફ હોય છે. દરેક હાફને મેચ દરમિયાન 5-5 સબસ્ટીટ્યૂટ ખેલાડી પણ હોય છે. તમામ ટીમોને ટાઇમ આઉટની સાથે સાથે પહેલા હાફ બાદ કોર્ટ બદલવાની પણ જોગવાઇ છે. રેફરીના ફેંસલાને ચેલેન્જ કરવા માટે ટીમને મેચમાં એક રિવ્યૂ પણ મળે છે.
પ્રૉ કબડ્ડી લીગ 2021ની તમામ ટીમો -
દબંગ દિલ્હી (Dabang Delhi)
ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)
હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)
જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)
પટના પાઇરેટ્સ (Patna Pirates)
બંગાળ વૉરિએર્સ (Bengal Warriors)
બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls)
પુણેરી પલ્ટન (Puneri Paltan)
તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas)
તેલુગુ ટાઇટન્સ (Telugu Titans)
યુપી યોદ્ધા (UP Yoddha)
યૂ મુમ્બા (U Mumba)
સૌથી વધુ સક્સેસ પટના પાઇરેટ્સ
પ્રૉ કબડ્ડી લીગમાં અત્યાર સુધી કુલ 5 ટીમો ખિતાબ જીતી ચૂકી છે. આમાં સૌથી સક્સેસ પટના પાઇરેટ્સ રહી છે, પટના પાઇરેટ્સે સર્વાધિક ત્રણ વાર ટાઇટલ પોતાના નામે કર્યુ છે. જ્યારે જયપુર પિન્ક પેન્થર્સ, યૂ મુમ્બા, બેંગ્લુરુ બુલ્સ અને બંગાળ વૉરિએર્સ એક-એક ટ્રૉફી જીતી શકી છે.
2014થી થઇ છે લીગની શરૂઆત
આ વખતે સિઝનને કઇ ટીમ જીતશે એ તો ભવિષ્ય જ નક્કી કરશે. પરંતં હવે જ્યારે 2014માં આ લીગની શરૂઆત થઇ હતી તે દરમિયાન કોઇ ન હતુ જાણતુ કે આટલી બધી પ્રસિદ્ધિ મળશે. 8 ટીમો સાથે આ લીગની શરૂઆત થઇ હતી, અને હવે આમાં 12 ટીમે અત્યારે રમી રહી છે. એટલુ જ નહીં ખેલાડીઓની સેલેરી પણ કરોડો રૂપિયામાં મળી રહી છે.
આ પણ વાંચો...........
Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે
Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન
Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી
પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો
વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર