નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં એક ટીવી સીરિઝ લઈને આવી રહ્યો છે. જેમાં તે સેનાના અધિકારીઓની કહાની સંભળાવશે. આર્મી ટેરીટોરિયલમાં પેરાશૂટ રઝિમેંટમાં લેફ્ટીનેંટ કર્નલ ધોની સ્ટુડિયો નેક્સ્ટ સાથે મળીને સેનાના અધિકારીઓની કહાની સંભળાવશે.




આ અંગે વાત કરતાં એક સૂત્રએ જણાવ્યું કે, ધોની તેના શોમાં પરવમીર ચક્ર અને અશોક ચક્ર પુરસ્કાર વિજેતાઓની કહાની સંભળાવશે. શોમાં સેનાના અધિકારીઓની અંગત રસપ્રદ કહાનીઓ હશે. ટીવી સીરિઝ દ્વારા ધોની દેશની સેવા કરનારા જવાનોને સમાચારમાં લાવવા માંગે છે.



હાલ સીરિઝની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરવામાં આવશે. વિકેટકિપર બેટ્સમેન ધોની વર્લ્ડકપ બાદ ભારતીય ટીમથી બહાર છે. ધોનીએ ચાલુ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, જાન્યુઆરી પહેલા ક્રિકેટમાં વાપસીને લઈ ન પૂછો.



ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત અણનમ રહીને 38.1ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 33 અડધી પણ સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. જ્યારે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 50.6ની એવરેજથી 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 183 રન છે. 98 T20માં 42 વખત નોટ આઉટ રહીને 126.1ના સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે. ટી2-માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

રણજી ટ્રોફીઃ મેચ ચાલુ હતી અને મેદાન પર નીકળ્યો સાપ ને પછી.....

ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ, બે વર્ષમાં પકડાયો 252 કરોડનો દારૂ, જાણો વિગતે

કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો કબજો, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ