Best Recharge Plan: દેશની તમામ મોટી મોબાઇલ સેવા પ્રદાતા કંપનીઓએ પોતાના પ્રીપેડ પ્લાનના ટેરિફના દરો વધારી દીધા છે. એરટેલ, જિઓ અને વૉડાફોન-આઇડિયા તમામના પ્રીપેડ પ્લાન હવે મોંઘા થઇ ગયા છે. રેટ વધ્યા બાદ લોકો ઓછી કિંમત પર સારા રિચાર્જ પ્લાનની શોધ કરી રહ્યાં છે. જો તમે પણ આ રીતે પ્લાનની શોધમાં છો તો આ ખબર તમારા માટે બેસ્ટ છે. અમે અહીં બતાવી રહ્યાં છે એવા ખાસ પ્લાન વિશે જે 200 થી 400 રૂપિયાની રેન્જમાં છે અને આનાથી તમને સારો ડેટા મળે છે.
1 જીબી ડેટા માટે-
જો તમે 1 જીબી ડેટા દરરોજ વાળા પ્લાનની શોધમાં છો તે તમારા માટે જિઓનો 179 રૂપિયા વાળો પ્લાન સૌથી બેસ્ટ રહેશે. આમાં તમને 24 દિવસની વેલિડિટી મળે છે. વાત જો એરટેલની કરીએ તો 1 જીબી વાળો પ્લાન થોડો મોંઘો છે. એટલા માટે તમને 265 રૂપિયા આપવા પડશે. આમાં 28 દિવસની વેલિડિટી મળે છે. વળી, વૉડાફોન યૂઝર્સની પાસે 269 રૂપિયાના રિચાર્જનો ઓપ્શન છે. આમાં 28 દિવસની વેલિડિટી મળે છે.
1.5 જીબી ડેટા માટે-
1.5 જીબી ડેટાના પ્લાનમાં બે ઓપ્શન છે. એક 28 દિવસની વેલિડીટી તો બીજો 56 દિવસની વેલિડિટી. 28 દિવસની વેલિડીટીમાં પણ જિઓનો પ્લાન સૌથી સસ્તો છે. જિઓ પર 239 રૂપિયાના રિચાર્જથી તમને 1.5જીબી ડેટા અને 28 દિવસની વેલિડિટી મળે છે. વળી, એરટેલ અને વૉડાફોન-આઇડિયા આ રીતે પેક માટે 299 રૂપિયા લે છે. જો 56 દિવસની વેલિડિટીની સાથે 1.5 જીબી ડેટા જોઇએ તો આમાં તમામ કંપનીઓ એક જેવી છે. ત્રણેય કંપનીઓનુ આ પેક 479 રૂપિયાનો છે.
2 જીબી ડેટા માટે-
તમારે નેટનો વધારે યૂઝ છે અને એક દિવસમાં 2જીબી ડેટા જોઇએ છે તો 28 દિવસની વેલિડિટીની સાથે તમારે ત્રણેય કંપનીઓ સારુ પેક આપી રહી છે. પર અહીં પણ એકવાર ફરીથી જિઓ જ બાજી મારી રહ્યું છે. જિઓના 2જીબી જેટા વાળા પ્લાન 299 રૂપિયામાં આવે છે, જ્યારે એરટેલ અને વૉડાફોન-આઇડિયા આના માટે 359 રૂપિયા ચાર્જ કરી રહી છે.
આ પણ વાંચો.........
શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી
ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી
JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........
WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........