Reliance Jio New Recharge Plan : જો તમે રિલાયન્સ જિઓ (Reliance Jio)ના ગ્રાહક છો, તે તમે આ ખબરને ધ્યાનથી વાંચો. કેમ કે આ સમાચાર તમારા બજેટ સાથે જોડાયેલા છે. ખરેખરમાં જિઓએ પોતાના ત્રણ પ્રીપેડ રિચાર્જ પ્લાન (Jio Prepaid Recharge Plan)ની કિંમતોમાં વધારો કરી દીધો છે. આ ત્રણેય જ કંપનીના સૌથી પૉપ્યૂલર પ્લાન છે. આવામાં વધારો તમારા પર અસર કરી શકે છે.


155 રૂપિયા વાળો પ્લાન હવે 186માં- 
કંપનીએ પોતાના 155 રૂપિયા વાળા પ્લાનમાં 31 રૂપિયાનો વધારો કર્યો છે. હવે આ પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) 186 રૂપિયાનો થઇ ગયો છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા, અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને ડેલી 100 એસએમએસનો ઓપ્શન મળે છે. આ ઉપરાંત જિઓની તમામ એપ્સ ફ્રી ઉપલબ્ધ થાય છે. 


186 રૂપિયા વાળા પ્લાન માટે આપવા પડશે હવે 222 રૂપિયા- 
જિઓ (Jio)એ પોતાના 186 રૂપિયા વાળા પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે. 36 રૂપિયાની વૃદ્ધિ બાદ હવે કસ્ટમરને આના માટે 222 રૂપિયા આપવા પડશે. આ પ્લાન પણ 28 દિસની વેલિડિટીની સાથે આવે છે. આમાં દરરોજ 2 જીબી ડેટા, અનલિમીટેડ કૉલિંગ (Unlimited Calling) અને ડેલી 100 એસએમએસની સુવિધા મળે છે, આમાં પણ જિઓની તમામ એપ ફ્રી છે.


749 રૂપિયા વાળો પ્લાન થયો 899નો- 
28 દિવસની વેલિડિટીની સાથે આવનારો આ પ્લાન પહેલા 749 રૂપિયાની સાથે આવતો હતો, પરંતુ હવે આની કિંમત 899 રૂપિયા થઇ ગઇ છે. આમાં તમને દરરોજ 2જીબી ડેટા મળે છે. આ ઉપરાંત અનલિમીટેડ વૉઇસ કૉલિંગ પણ તમને મળે છે. દરરોજ 50 એસએમએસ (SMS) પણ તમે મોકલી શકો છો. આ રિચાર્જ પ્લાન (Recharge Plan)માં પણ તમે જિઓની તમામ એપનો ઉપયોગ ફ્રીમાં કરી શકો છો. 


152 રૂપિયાનો નવો પ્લાન જોડાયો- 
ત્રણ પ્લાનમાં વધારા સાથે જ જિઓએ કસ્ટમર માટે એક નવો પ્લાન (Jio New Recharge Plan) પણ લૉન્ચ કર્યો છે. 152 રૂપિયા વાળા આ નવા પ્લાનમાં તમને ડેલી 0.5 જીબી ડેટા મળશે. આ ઉપરાંત પ્લાનમાં અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને 300 એસએમએસની સુવિધા પણ આપવામાં આવી છે. આની વેલિડિટી 28 દિવસની હશે અને તમે જિઓની તમામ એપનો ઉપયોગ પણ કરી શકશો. 


આ પણ વાંચો........ 


સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા


અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે


અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ


આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?


Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............


Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ