નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનમાં હેન્ગ થવાની સમસ્યા કૉમન બની ગઇ છે. આનુ એક કારણ છે કે આપણે આપણા ફોનમાં કેટલીક એવી એપ્સ રાખીએ છીએ, જે બહુ કામની નથી હોતી. આ અનયૂઝ્ડ એપ્સ ફોનમાં જગ્યા રોકવાની સાથે સાથે ડેટા પણ વધુ ખાય છે. ફોનમાંથી અનયૂઝ્ડ એપ્સને ડિલીટ કર્યા પહેલા એ જાણવુ જરૂરી છે કે આવી કઇ કઇ એપ્સ છે જેનો સૌથી ઓછો ઉપયોગ કરતા હોય. આના જાણીને ડિલીટ કરી શકાય છે. અહીં જાણો તેને પુરેપુરી પ્રૉસેસ.... 


ફોનમાં રહેલી Unused Appને કરી દો ડિલીટ- 
અનયૂઝ્ડ એપને જાણવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટૉર પર જવુ પડશે. હવે આના લેફ્ટમાં રહેલા મેન્યૂ ઓપ્શન પર ક્લિક કરો આ પછી My apps & games ઓપ્શન પર જાઓ, આને ઓપન કરવા પર તમારી સામે ત્રણ ઓપ્શન દેખાશે હવે ત્રણ ઓપ્શન Updates, Installed, Libraryમાંથી ઇન્સ્ટૉલ્ડના ઓપ્શન પર ટેપ કરો આટલુ કર્યા પછી એપ્સનુ લિસ્ટ ખુલશે. આમાં લાસ્ટ યૂઝને સિલેક્ટ કરો આ લિસ્ટમાં જે એપ સૌથી નીચે હશે તેનો ઉપયોગ તમે સૌથી ઓછો કરતા હશે હવે આ એપ્સમાં જે એપ્સ તમારા કામની નથી, તેને તમે ડિલીટ કરી શકો છો.


આ પણ વાંચો.......... 


ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો


DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?


IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ


સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો


Rohit Sharma: ઇગ્લેન્ડ સામે મળેલી હાર પર રોહિત શર્માએ તોડ્યુ મૌન, કહ્યુ- ‘ સમય બતાવશે કે આ હારની શું અસર થશે’


આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?