Apple Product Update : એપલ (Apple)ની પ્રૉડક્ટ ખાસ કરીને આઇફોન (iPhone) પોતાના ફિચર્સના કારણે દુનિયાભરમાં જાણીતી છે. દરેક કોઇ આઇફોન ખરીદવાની ઇચ્છા રાખે છે. પરંતુ વધુ કિંમત હોવાના કારણે તે આમ નથી કરી શકતા. પોતાની ઇચ્છા પુરી કરવા માટે લોકો સેકન્ડ હેન્ડ આઇફોન પણ શોધે છે. પરંતુ શું તમને ખબર છે આનાથી તમને નુકશાન થઇ શકે છે. ખરેખરમાં એપલે પોતાના જુના (vintage) અને અપ્રચલિત (obsolete) પ્રૉડક્ટ્સની લિસ્ટને અપડેટ કર્યુ છે. જાણો શું છે વિસ્તારથી.....


આઇફોન 6 પ્લસ થયો વિન્ટેજ કેટેગરીમાં- 
રિપોર્ટ અનુસાર, એપલે આઇફોન 6 પ્લસ (iPhone 6 Plus) ને દુનિયાભરમાં 'વિન્ટેજ' પ્રૉડક્ટની કેટેગરીમાં સામેલ કરી દીધો છે. આવામાં હવે તમારે આઇફોન 6 પ્લસ ખરીદવાથી બચવુ જોઇએ. બેશક વેચનારો આને એકદમ ઓછી કિંમતમાં પણ કેમ ના આપે. એપલ આ ફોનને 2014માં લઇને આવ્યુ હતુ. 2016માં આઇફોન 7 અને આઇફોન 7 પ્લસ સીરીઝ સ્માર્ટફોન લૉન્ચ થયા બાદ પણ કંપનીએ આને ચાલુ રાખ્યો હતો. 


iPad માનવામાં આવશે અપ્રચલિત- 
આ ઉપરાંત કંપનીએ આઇપેડ (iPad) ને અપ્રચલિત (Obsolete) કેટેગરીમાં સામેલ કર્યો છે. આ પ્રૉડક્ટને એપલ 2012માં લઇને આવી હતી. લોકોની વચ્ચે આની ખુબ ડિમાન્ડ હતી. 


શું હોય છે વિન્ટેજ અને અપ્રચલિત-
એપલે પોતાની જુની પ્રૉડક્ટ માટે બે કેટેગરી બનાવી રાખી છે, એક છે વિન્ટેજ (Vintage) તો બીજી છે અપ્રચલિત (Obsolete). આને સમય સમય પર અપડેટ કરવામા આવે છે. એપલ અનુસાર, કોઇ પ્રૉડક્ટ્સને 'વિન્ટેજ' ત્યારે માનવામાં આવે છે, જ્યારે કંપનીએ તેને 5 વર્ષથી વધુ સમય સુધી સેલ્સ માટે ડિસ્ટ્રિબ્યૂટ કરવાનુ બંધ કરી દીધુ હોય. આ ઉપરાંત કોઇ ડિવાઇસને 'અપ્રચલિત' ત્યારે માનવામાં આવે છે જ્યારે કંપનીએ તેને 7 વર્ષથી વધુ સમયથી વેચાણ માટે ડિસ્ટ્રીબ્યૂટ કરવાનુ બંધ કરી દીધુ હોય. 


અહીં સમજવુ પણ જરૂરી છે કે વિન્ટેજ (Vintage) કેટેગરી વાળી પ્રૉડક્ટ્સ હાર્ડવેર સર્વિસ માટે એલિજિબલ હોય છે. પરંતુ તેને જલદી બંધ થવાનો ખતરો રહે છે. વળી અપ્રચલિત (Obsolete) કેટેગરીની પ્રૉડક્ટ હાર્ડવેર સર્વિસ માટે અલિજિબલ નથી હોતી. એટલે કે તે ફોન કે ડિવાઇસ યૂઝલેસ થઇ જાય છે.


આ પણ વાંચો...........


Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?


લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા


HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ


Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી


મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર


રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો