How to Restore SMS : બેશક આજકાલ આપણે મેસેજ (Message) અને વાતચીત માટે વૉટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામ (Telegram) જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો જ ઉપયોગ કરીએ છીએ, પરંતુ ટેક્સ્ટ મેસેજ હજુ પણ કેટલાય કામ માટે જરૂરથી ઉપયોગમાં લેવાય છે. આવામાં આને નજરઅંદાજ નથી કરી શકાતા. પરંતુ ઘણીવાર ભૂલથી કોઇ કામનો ટેક્સ્ટ મેસેજ ડિલીટ થઇ જાય છે તો આપણે ચિંતામાં મુકાઇ જઇએ છીએ, અને આનાથી ઘણીવાર મુશ્કેલી પણ ઉભી થઇ જાય છે. પરંતુ ગભરાવવાની જરૂર નથી. અહીં અમે તમને એક એવી ખાસ ટ્રિક વિશે બતાવી રહ્યાં છીએ જેની મદદથી તમે ભૂલથી ડિલીટ થઇ ગયેલા મેસેજને (SMS) ફરીથી પાછો મેળવી શકો છો. 


સૉફ્ટવેર દ્વારા મળી શકે છે બેકઅપ-
જો તમારો કોઇ ટેક્સ્ટ મેસેજ (SMS) ભૂલથી ડિલીટ થઇ ગયો છે, અને તમે તેને ફરીથી પાછો મેળવવા માંગો છો, તો આના માટે એક સૉફ્ટવેર (Software)નો સહારો લેવો પડશે. તમારે સૌથી પહેલા પોતાના લેપટૉપમાં (Laptop) કે ડેસ્કટૉપમાં Andoid Data Recovery સૉફ્ટવેર ડાઉનલૉડ કરવુ પડશે. 


આ સ્ટેપ્સને કરો ફોલો-
એકવાર જ્યારે લેપટૉપમાં Andoid Data Recovery સૉફ્ટવેર ડાઉનલૉડ થઇ જાય, તો તમારે આગળ બીજા કેટલાક સ્ટેપ્સ મેસેજને બેકઅપ માટે કરવાના હોય છે, તમે નીચે બતાવેલી વાતોનુ ધ્યાન રાખો..... 


તમારા સ્માર્ટફોનને USB કેબલ વડે લેપટૉપથી કનેક્ટ કરી લો. 
હવે તમારે લેપટૉપમાં જઇને Andoid Data Recovery સૉફ્ટવેરને ખોલવુ પડશે. 
આ પછી તમારી સામે ઓપ્શન આવશે કે તમે કયા ડેટાને રિક્વર કરવા માંગો છો.  
અહીં પર તમને Messagesના ઓપ્શન પર ક્લિક કરવાનુ રહેશે, હવે સૉફ્ટવેર ડિલીટ કરવામાં આવેલા મેસેજને સ્કેન કરવાનુ શરૂ કરી દેશે. 
આ દરમિયાન તમે હવે તમારા સ્માર્ટફોન (SmartPhone)માં આવી જાઓ, અહીં FonePaw એપ ઇન્સ્ટૉલ કરી લો. 
એપનો ખોલ્યા બાદ મેસેજ ઓપ્શન પર અલાઉ કરવુ પડશે. હવે તમારે Scan Authorized Files પર ક્લિક કરવુ પડશે. 
હવે તમારી સામે ડિલીટ મેસેજનો ઓપ્શન આવી જશે. આને તમારે રિસ્ટૉર કરવો પડશે. 
આ ઉપરાંત તમારી પાસે મેસેજ રિસ્ટૉર કરવા માટે SMS Backup & Restore એપનો પણ ઓપ્શન છે. આ એપ દરેક એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે. અહીં તમને ટેક્સ્ટ મેસેજનો બેકઅપ આસાનીથી મળી જશે.


 


આ પણ વાંચો....... 


Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે


નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........


ગૂગલે આ ખતરનાક એપને પ્લે સ્ટૉરમાંથી હટાવી, ફોનમાં આવતા જ બેન્ક ખાતુ કરી દે છે ખાલી, જાણો કઇ રીતે કરે છે કામ.........


Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો


CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ


હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?