iPhone Secrets: દુનિયાભરમાં એપલ (Apple)ના આઇફોન (iPhone)ની ખાસ ડિમાન્ડ છે, આ ફોન પોતાના ફિચર્સ માટે જાણીતો છે. સપ્ટેમ્બર 2021માં કંપનીએ પોતાના લેટેસ્ટ મૉડલ આઇફોન -13 (iPhone 13), આઇફોન 13 મિની (iPhone 13 Mini) અને આઇફોન 13 પ્રૉ મેક્સ (iPhone 13 Pro Max) ને લૉન્ચ કર્યા હતા. આ ત્રણેય ફોનમાં કેટલાય સારા ફિચર્સ છે, જેમને આઇફોનને ફોલો કરનારા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે આઇફોન 13 પ્રૉ મેક્સની અંદર બે સિક્રેટ્સ પણ રહેલા છે, જેના વિશે ભાગ્યેજ કોઇને ખબર છે. આઇફોન અને બીજા સ્માર્ટફોનના ફિચર્સને ફોલો કરનાર યુટ્યૂબર જેરી રીગ (Jerry Rig) એ આ મૉડલને ઓપન કરીને આવા જ સિક્રેટ્સને બતાવ્યા. જાણો શું છે તે સિક્રેટ્સ.......... 


1. કેમેરા સેન્સર- 
તમે આઇફોન 13 સીરીઝના કેમેરાની ખાસિયતથી તો વાકેફ છો જ, પરંતુ આના પાછળનુ કારણ અને ફોનની અંદરના સિક્રેટ્સને નહીં જાણતા હોય. ખરેખરમાં, આ ફોનની અંદર જે કેમેરા સેન્સર આપવામા આવ્યુ છે તે ખુબ હલકુ છે, આ સેન્સર શિફ્ટ ટેકનોલૉજી પર આધારિત છે, આનાથી તમે રેગ્યુલર લેન્સની સરખામણીમાં કોઇપણ પિક્ચરને પાંચ ગણુ ઝડપથી સ્ટેબલાઇઝ કરી શકો છો. 


2. વાયરલેસ ચાર્જિંગ મેગ્નેટ- 
આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ પૉઇન્ટની પાસે જ ગોળ આકારનુ મોટુ મેગ્નેટ આપવામાં આવ્યુ છે. જ્યારે તમે આને ખોલીને જોશો તો તમને કૉપર કૉઇલ પણ દેખાશે. મેગ્નેટ હ્રદયની બિમારી માટે ઠીક નથી. આનાથી હ્રદયની બિમારી વાળા લોકોને નુકસાન પણ પહોંચી શકે છે. એટલા માટે આ ફોનને હ્રદયની બિમારી વાળા લોકોને શર્ટના ખિસ્સામાં ના રાખવો જોઇએ. 


 


--


આ પણ વાંચો........ 


Price Hike: માર્ચમાં સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો, ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલ સહિત આ 6 વસ્તુઓ થઈ મોંઘી


Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ


DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે


સાવધાન! કોરોના હજુ સમાપ્ત નથી થયો, નવો વેરિયન્ટ ફરી મચાવી શકે છે તબાહી, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી


અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે


Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન