Realme C33 Coming Soon: રિયલમી પોતાના નવા બજેટ સ્માર્ટફોન Realme C33 જલદી ભારતમાં લૉન્ચ કરી શકે છે. કંપનીએ કેટલાક દિવસે પહેલા જ Realme C30 અને Realme C35 બજેટ ફોન ભારતમાં લૉન્ચ કર્યો હતો. Realme C30 ફોન 3GB સુધી RAM અને 64GB સ્ટૉરેજ સપોર્ટની સાથે આવે છે. હવે રિયલમી પોતાના બજેટ C સીરિઝમાં Realme C33 ફોનને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
લીક રિપોર્ટ્સના માધ્યમથી રિયલમી આ અપકમિંગ બજેટ ફોનની ડિસ્પ્લે, બેટરી અને પ્રૉસેસરની ડિટેલ્સ સામે આવી ચૂકી છે. આ ફોનને ત્રણ સ્ટૉરેજ વેરિએન્ટ 3GB RAM + 32GB, 4GB RAM + 64GB અને 4GB RAM + 128GBમાં લૉન્ચ કરવામાં આવી આશા છે. જાણો આ સ્માર્ટફોનના ફિચર્સ અને કિંમત વિશે ડિટેલ્સમાં..........
Realme C33 ના ફિચર્સ -
Realme C33માં 6.6 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે આપવામા આવી શકે છે.
આ ફોન Unisoc પ્રૉસેસરની સાથે આવી શકે છે.
Realme C33 માં 128GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે, સાથે જ ફોનમાં 4GB સુધી RAM નો સપોર્ટ મળી શકે છે.
રિયલમીનો આ બજેટ ફોન Android 11 પર બેઝ્ડ Realme UI R Editionની સાથે આવી શકે છે.
Realme C33 ફોનના કેમેરા વિશે વધુ ડિટેલ્સ નથી મળી. જોકે, એવી આશા છે કે, આ ફોન ત્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે લૉન્ચ થઇ શકે છે.
Realme C33માં 5,000mAh ની બેટરી મળવાની આશા છે.
Realme C33 ની કિંમત -
Realme C33ને Sandy Gold, Aqua Blue, અને Night Sea કલરમાં રજૂ કરવામાં આવી શકે છે. એવુ અનુમાન છે કે, Realme C33ની કિંમત ભારતમાં લગભગ 14,000 રૂપિયાથી શરૂ થઇ શકે છે. વળી, તાજેતરમાં જ લૉન્ચ થયેલા Realme C35ની કિંમત 11,999 રૂપિયાથી શરૂ છે. જેને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને અમેઝૉન પરથી આસાનીથી ખરીદી શકાય છે. આ ફોન પણ Unisoc પ્રૉસેસર, IPS LCD પેનલ અને 5000mAh બેટરી જેવા ફિચર્સની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો......
Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી
Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ
Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?
India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન
Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો