નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ બહુ જલદી ભારતમાં એક ખાસ સ્માર્ટવૉચ લઇને આવી રહી છે. ફ્લેગશિપ વનપ્લસ 10 પ્રૉના સંભવિત લૉન્ચ સાથે, કંપની ભારતીય માર્કેટમાં બજેટ સ્માર્ટવૉચ કેટેગરીમાં એન્ટ્રી મારવાની તૈયારી કરી રહી છે. બજેટ સ્માર્ટવૉચ, કથિત રીતે વનપ્લસ નૉર્ડ સ્માર્ટવૉચ, Amazfit, Xiaomi, Realme વગેરેથી સસ્તી રિલીઝની સાથે કમ્પિટીશન કરશે. 


રિપોર્ટ્સ અનુસાર, બજેટ OnePlus Nord સ્માર્ટવૉચને Nord 3 સ્માર્ટફોનની સાથે રિલીઝ કરવાની સંભાવના છે. આવનારી સ્માર્ટવૉચને લઇને સ્પેક્સ અને ફિચર્સ વિશે સટીક જાણકારી નથી. પરંતુ ડિવાઇસની કિંમત 5,000 રૂપિયાથી 8,000 રૂપિયાની વચ્ચે હોવાની સંભાવના છે. આ રીતે આ વ્યાજબી અને ફાયદાકારક કેટેગરીમાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, OnePlus Nord બ્રાન્ડેડ સ્માર્ટવૉચ પર કામ ચાલી રહ્યું છે. આને વનપ્લસ નૉર્ડ 3ની સાથે વર્ષની બીજી છ માસિકમાં લૉન્ચ કરવાની સંભાવના છે.  


નોર્ડ સ્માર્ટવૉચમાં કેટલાક સંભવિત ફિચર્સ અને સ્પેક્સમાં કલર ટચસ્ક્રીન ડિસ્પ્લે અને સ્ટાન્ડર્ડ ફિચર્સ જેવા હાર્ટ રેટ સેન્સર, SpO2 મૉનિટર, સ્લીપ ટ્રેકિંગ, સ્ટેપ્સ કાઉન્ટ, નૉટિફિકેશન, મ્યૂઝિક કન્ટ્રૉલ વગેરે સામેલ છે. એ સંભાવના પણ છે કે વનપ્લસ આવનારા દિવસોમાં સ્માર્ટવૉચની ડિટેલને ટીઝ કરશે.


આ પણ વાંચો........ 


Price Hike: માર્ચમાં સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો, ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલ સહિત આ 6 વસ્તુઓ થઈ મોંઘી


Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ


DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે


સાવધાન! કોરોના હજુ સમાપ્ત નથી થયો, નવો વેરિયન્ટ ફરી મચાવી શકે છે તબાહી, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી


અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે


Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન