નવી દિલ્હીઃ રિયલમીએ ભારતમાં પોતાનો વધુ એક સ્માર્ટફોન realme 9 5G લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનને 2 વેરિએન્ટ અને 2 કલર મિટિયૉર બ્લેક અને વ્હાઇટમાં લૉન્ચ કર્યો છે. આ ફોનના ફિચર્સની વાત કરીએ તો આના 4 જીબી વાળા વેરિએન્ટમાં 64 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. વળી, 6 જીબી રેમ વાળા વેરિએન્ટમાં 128 જીબીની ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે. આ ફોન્સની ઇન્ટરનલ મેમરીને માઇક્રોએસડી કાર્ડથી 1 ટીબી (1024 જીબી) સુધી વધારી શકાય છે. 


ફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો આમાં ત્રિપલ રિયર  કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો અને 2 કેમેરા 2-2 મેગાપિક્સલના છે આના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનનુ પરફોર્મન્સ સારુ રહે એ માટે આમા મીડિયાટેક ડાયમેન્સિટી 810 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. 


ફોનને પાવર આપવા માટે આમાં 5000mAhની બેટરી આપવામા આવી છે, કનેક્ટિવિટીની વાત કરીએ તો 5જી કનેક્ટિવિટી સાથે આ ફોન આવે છે આ એક ડ્યૂલ સિમ ફોન છે અને આમાં માઇક્રોએસડી કાર્ડ માટે અલગથી સ્લૉટ આપવામા આવ્યો છે. મતલબ આ ફોનમાં બે સિમ કાર્ડ અને માઇક્રોએસડી કાર્ડને એક સાથે લગાવી શકાય છે. 


આ ફોન્સને ફ્લિપકાર્ટ અને રીયલમીની અધિકારીક વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. આના 4 જીબી રેમ વાળા વેરિએન્ટની કિંમત 14999 રૂપિયા છે. વળી આના 6 જીબી વેરિએન્ટની કિંમત 17499 રૂપિયા છે. ઓફરની વાત કરીએ તો આ ફોન્સને ફ્લિપકાર્ટ પરથી ખરીદવા પર 1500 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેને ક્રેડિટ કાર્ડથી 520 રૂપિયા સુધીની ઇએમઆઇ પર ખરીદવાની ઓફર છે. 


 


આ પણ વાંચો--- 


ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકારે સ્વીકાર્યુ- છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ત્રણ લાખ 64 હજાર 252 બેરોજગારો નોંધાયા


NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર


CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક


ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ


IPL 2022, Gujarat Titans: હરાજીમાં કોઇએ ખરીદ્યો નહોતો, હવે ગુજરાત ટાઇટન્સમાં સામેલ થયો અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક બેટ્સમેન


ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત