નવી દિલ્હીઃ રિયલમીએ તાજેતરમાં જ ચીનમાં Realme GT 2 સીરીઝને લૉન્ચ કરી હતી. આ સીરીઝમાં બે સ્માર્ટફોન સામેલ છે. - Realme GT 2 અને Realme GT 2 Pro. રિયલમી જીટી સીરીઝને ગયા વર્ષે ભારતમાં લૉન્ચ કરવામા આવી હતી. જોકે કંપનીએ હજુ સુધી ભારતમાં સ્માર્ટફોનની લૉન્ચ ડેટનો ખુલાસો નથી કર્યો, પરંતુ કંપનીએ એક નવી ટ્વીટર પૉસ્ટની સાથે Realme GT 2 સીરીઝને લૉન્ચને ટીઝ કર્યુ છે.
કંપનીનુ ટ્વીટ-
"ઇન્તજાર ખતમ થયો ! ભારતમાં જલદી આવી રહ્યો છે અને આ #GreterThanYouSee થવા જઇ રહ્યુ છે. સાથે રહો !" (“The wait is over! Arriving soon in India and it’s going to be #GreaterThanYouSee) કંપનીએ ટ્વીટ કર્યુ છે. આ રિયલમી જીટી 2 પ્રૉ અને રિયલમી જીટી 2 પ્રૉ સ્માર્ટફોન દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે, જેને બાયૉ બેઝ્ડ મટેરિયલથી ડિઝાઇન કરવામાં આવ્યો છે.
Realme GT 2 Pro સ્પેશિફિકેશન -
આમાં 6.7 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટ આપવામાં આવી છે. આ ફોનમાં 12 જીબી સુધી રેમ અને 512 જીબી સુધી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. કંપની ચીનમાં આના 4 વેરિએન્ટ સેલ કરે છે. જેમાં 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB and 12GB + 512GB સામેલ છે.
કેમેરાની વાત કરીએ તો આમાં ત્રિપલ રિયર કેમેરા આપવામા આવ્યા છે. આમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને બીજો એક 3 મેગાપિક્સલનો માઇક્રોસ્કૉપ કેમેરો આપવામાં આવ્યો છે. વળી આમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં પાવર બેકઅપ માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
આ પણ વાંચો........
યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો
IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય
કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા
Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત
Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત