Whatsapp- વૉટ્સએપનો ઉપયોગ દિવસે દિવસે ઝડપથી વધી રહ્યો છે. લગભગ દરેક સ્માર્ટફોન યૂઝર્સ આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર ઇન્ડિવિડ્યૂઅલથી લઇને કેટલીય પ્રકારના ગૃપમાં મેસેજ કરે છે, અને આવે છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક મેસેજ ફેક એટલે કે નકલી હોય છે. ઘણીવાર આવા મેસેજ આપણા સાચા સમજીને અન્યને પણ શેર કરી દઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો આ મેસેજ કે ન્યૂઝ ફેક છે કે રિયલ જાણવા માટે શું કરી શકાય. અહીં અમે તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે આવા મેસેજોને ઓળખી શકો છો.


આ છે ઓપ્શન -
હાલના સમયમાં ભારતમાં કેટલાય ફેક્ટ ચેક કરનારી સંસ્થાઓ કે કંપનીઓ છે, જે આ જ કામ કરતી હોય છે. તેમની પાસે વૉટ્સએપ પર ટિપલાઇન પણ છે. આ ટિપલાઇન ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક તરફથી સત્યાપિત થાય છે. તમે આના દ્વારા દરેક પ્રકારની કન્ટેન્ટને વેરિફાય કરી શકો છે કે પછી તે ફોટો હોય કે વીડિયો કે પણ કોઇ ન્યૂઝ.


આ રીતે કરો ચેક - 
જો તમે તમારી પાસે આવેલા કોઇ ન્યૂઝ, ફોટો, ઓડિયો અને વીડિયોને વેરિફાય કરવા માંગો છો, તો આ સ્ટેપ્સને ફોલો કરો.


સૌતી પહેલા આ રીતના ફેક્ટને વેરિફાય કરનારી કંપનીનો નંબર પોતાના કૉન્ટેક્ટમાં સેવ કરી લો.
હવે વૉટ્સએપ પર જિને તેમાંથી કોઇ એક નંબર પર Hi લખીને સેન્ડ કરો. 
આ પછી તેમની તરફથી વેલકમનો મેસેજ આવશે.
હવે તમારા આ જાણકારી ત્યાં આપવાની છે, જેને તમે વેરિફાય કરવા માંગો છો.
જોકે, ફેક્ટને વેરિફાય કરવામાં થોડો સમય લાગી શકે છે.


આ છે ફેક્ટ ચેક કરનારી મોટી કંપનીઓ........ 
આમ તો ભારતમાં હવે ફેક્ટ ચેક કરવા માટે કેટલીય કંપનીઓ છે, પરંતુ કેટલાક મોટા નામ અને તેની ટિપલાઇન નંબર આ પ્રકારે છે....


AFP +919599973984, 
બૂમ +9177009-06111/+917700906588,
ફેક્ટ ક્રેસ્કેન્ડો +919049053770, 
ફ્રેક્ટલી +919247052470, 
ન્યૂઝચેકર +919999499044, 
ન્યૂઝમોબાઇલ +9111 71279799, 
ધ હેલ્દી ઇન્ડિયન પ્રૉઝેક્ટ +918507885079.


આ પણ વાંચો.......... 


5G Testing : IIT મદ્રાસમાં 5Gનું સફળ પરીક્ષણ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વૉઇસ અને વીડિયો કૉલ કર્યો, જુઓ વિડીયો


Kidney Stones: દર્દીની કિડનીમાંથી ડોક્ટરે કાઢી 206 પથરી, 6 મહિનાથી પેટમાં દુખાવો હતો


જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”


Womens World Boxing Championships: નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ


Assam Flood: આસામમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ, લાખો લોકો થયા પ્રભાવિત


Rupee at All time Low: ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યા બાદ બંધ થયો રૂપિયો, 5 દિવસથી ઘટાડાનો નવો રેકોર્ડ બન્યો